ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ રમી રહેલા આ ભારતીય ખેલાડીને કોઈએ ન ખરીદ્યો, જુઓ અનસૉલ્ડ લિસ્ટ…
જેદ્દા: ઈન્ડિયન પ્રીમિયર લીગ- 2025 માટે સાઉદી અરબના જેદ્દામાં ખેલાડીઓની હરાજી થઈ હતી. આઈપીએલની તમામ 10 ફ્રેન્ચાઈઝીએ પ્રથમ દિવસે જ ખેલાડીઓને ખરીદવા માટે પડાપડી કરી હતી. આ વખતે બીસીસીઆઈ દ્વારા હરાજી માટે કુલ 577 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. પર્થમાં ઑસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ રમી રહેલા ઋષભ પંતને 27 કરોડમાં લખનઉ સુપર જાયન્ટ્સે ખરીદ્યો હતો. પંત આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. પર્થ ટેસ્ટમાં જ રમી રહેલા દેવદત્ત પડ્ડીકલને કોઈએ ખરીદ્યો નહોતો. તેની બેસ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી.
આમ એક જ ટીમમાં રમી રહેલા બે ખેલાડી પૈકી એક પર રૂપિયાનો વરસાદ થયો હતો તો એકને કોઈએ ખરીદ્યો નહોતો.
*આ ખેલાડીઓ રહ્યા Unsold
દેવદત્ત પડીકલ
ડેવિડ વોર્નર
જૉની બેયરસ્ટો
વકાર સલમખેલી
યશ ધૂલ
અનમોલપ્રિત સિંહ
વોર્નર ગત સીઝનમાં દિલ્હી કેપિટલ્સનો હિસ્સો હતો. પરંતુ ફ્રેન્ચાઈઝીએ રિલીઝ કર્યો હતો. ઑક્શનમાં કોઈએ તેનામાં રસ દાખવ્યો નહોતો. વૉર્નર સનરાઈઝર્સ હૈદરાબાદને 2018માં આઈપીએલ વિજેતા બનાવી ચૂક્યો છે.
જોની બેયરસ્ટો ગત સીઝનમાં પંજાબ કિંગ્સ તરફથી રમતો હતો. ગત સીઝનમાં તેને 6.75 કરોડ રૂપિયા મળ્યા હતા. પરંતુ આ વખતે રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. હરાજીની પ્રથમ દિવસે તેને ટીમમાં સામેલ કરવા કોઈપણ ફ્રેન્ચાઈઝીએ રસ દાખવ્યો નહોતો.
દેવદત્ત પડિક્કલ હાલ ઑસ્ટ્રેલિયા પ્રવાસે છે. તે પર્થમાં ટેસ્ટ રમી રહ્યો છે. 2020માં આરસીબી તરપથી સૌથી વધુ રન બનાવીને તે ચમક્યો હતો. તેણે 2021માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં તેણે ડેબ્યૂ કર્યુ હતું. પરંતુ ફ્લોપ રહ્યો હતો. પ્રથમ ઈનિંગમાં 0 અને બીજી ઈનિંગમાં 25 રન બનાવ્યા હતા.