મનોરંજન

Raveena Tandon ની દીકરી Rasha Thadani એ પોસ્ટ કર્યા એવા ફોટો કે ઉડ્યા ફેન્સના હોંશ…

બોલીવૂડ એક્ટ્રેસ રવિના ટંડનની દીકરી રાશા થડાણી હજી તો 19 જ વર્ષની છે પણ સુંદરતામાં તો તે એકદમ અવ્વલ છે. રાશા બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે, પરંતુ એ પહેલાં જ તેણે એક ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટના ફોટો જોઈને ફેન્સની ધડકનો તેજ થઈ ગઈ હતી અને તેમને પરસેવો વળી ગયો હતો. આવો જોઈએ આખરે શું ખાસ છે આ ફોટોમાં કે તે સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : છૂટાછેડા પછી એઆર રહેમાને બદનક્ષી કરનારાઓને….

રાશાએ પોતાના ગ્લેમરસ ફોટોશૂટના ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને પ્રિન્સેસ થીમ પર આધારિત ફોટોશૂટના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. ફોટોમાં રાશાનો લૂક અને એક્સપ્રેશન જોઈને ફેન્સની હાર્ટબીટ વધી ગઈ હતી. રાશા બ્લ્યુ કલરના ડ્રેસમાં એકદમ ગજબની લાગી રહી છે અને ફોટો અપલોડ કરાયાના ગણતરીના સમયમાં જ તે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયા હતા.

ફેન્સ રાશાના ફોટો પર લાઈક અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. રાશા થડાણી બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તે ફિલ્મ આઝાદથી હિંદી ફિલ્મોમાં પા પા પગલી માંડવા જઈ રહી છે. ફિલ્મ આઝાદમાં રાશા સાથે અમાન દેવગણ પણ જોવા મળશે. રાશાની જેમ જ અમાન પણ આ જ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો : Viral Post: Suhana Khanએ કેમ આમળ્યા Agastya Nandaના કાન?

રાશાની ડેબ્યુ ફિલ્મનું ટીઝર આવી ગયું છે અને દર્શકો તેને ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે.

આ ફિલ્મમાં અજય દેવગણ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે. તમે પણ રાશાના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટો ના જોયા હોય તો અહીંયા જોઈ લો…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button