દરેક હાડકાંમાં ફ્રેકચર છે, સવારે ઇન્સ્ટોલમેન્ટમાં ઉઠું છું… Salman Khanએ કેમ આવું કહ્યું?
બોલીવુડના ભાઈજાન સલમાન ખાન (Salmnan Khan)ની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે. દેશ વિદેશમાં પણ ભાઈજાનને ખુબ જ પસંદ કરે છે. 58 વર્ષે પણ સલમાન ખાનની ગણતરી ઈન્ડસ્ટ્રીના સૌથી ફીટ એક્ટરમાં કરવામાં આવે છે.
તેની પર્સનાલિટી ભલભલાના પસીના છોડાવી દેવામાં સક્ષમ છે. પરંતુ આ બધી તો કહેવાની વાતો છે, હાલમાં જ તેણે જણાવ્યું હતું કે તે કેટલો દર્દમાં છે. સલમાને જણાવ્યું હતું કે શરીરનું દરેક હાડકું ભાંગેલું છે અને એ પણ એક નહીં બે ત્રણ વખત. સવારે ઊઠું પણ છું ઈન્સ્ટોલમેન્ટમાં. પણ તેમ છતાં નોર્મલ રૂટીનને ફોલો કરીએ છે. આવો જોઈએ આખરે સલમાને એવું કોને અને શા માટે કહ્યું…
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર બિગ બોસ- 18નો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં સલમાન ખાન વીક એન્ડ કા વાર પર ઘરવાળાઓની ક્લાસ લેતો જોવા મળી રહ્યો છે.
આપણ વાંચો: ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ને કેમ મળી નોટિસ, સલમાન ખાનની ટીમે કરી સ્પષ્ટતા
તેણે કહ્યું કે તમે લોકો નાની નાની વાતને બહુ મોટું સ્વરૂપ આપી દો છો. અહીંયા શરીરનું દરેક હાડકું તૂટેલું છે અને એ પણ એક વખત નહીં બે-બે ત્રણ વખત. લિગામેન્ટ ફાટી ગયા છે, સવારે ઊઠું છું તો પણ એવું લાગે છે કે જાણે ઈન્સ્ટોલમેન્ટમાં ઊઠું છું. પણ તેમ છતાં જીમ જાઉં છું, પંચિંગ કરું છું. વર્ક આઉટ કરું છું સેફ્ટી ગિયર બાંધીને. એ જ ટ્રેનિંગ કરું છું, જે પહેલાં કરતો હતો, કારણ કે ખબર છે કે મેટાબોલિઝમ પહેલાં જેવું નથી.
સલમાને ભલે આ બધી વાતો ઘરવાળાઓએ સમજાવવા માટે કહ્યું હોય પણ ફેન્સ તેની આ વાતો સાંભળીને દુઃખી થઈ ગયા છે. નેટિઝન્સ આ વીડિયો પર જાત જાતની પ્રતિક્રિયા આપીને સલમાન ખાન માટેની પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકો તો એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે કે ભાઈ આટલી તકલીફમાં છે પણ ચહેરા પરથી દેખાવવા નથી દેતા.
આપણ વાંચો: જીવિત રહેવું હોય તો મંદિર જઈને માફી માગો અથવા 5 કરોડ રૂપિયા આપો, સલમાન ખાનને ફરી મળી ધમકી
અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાન થોડાક સમય પહેલાં જ સલમાન ખાનનો એક વીડિયો વાઈરલ થયો હતો અને તેમાં પણ તેને ઉઠવામાં મુશ્કેલી પડી રહી હતી. એ સમયે લોકોએ તેને ટ્રોલ કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. બાદમાં એવું જાણવા મળ્યું હતું કે સલમાન ખાનની બે પાંસળીઓ તૂટી ગઈ હતી અને એના કારણે તેને ચાલવા, ઉઠવા બેસવામાં મુશ્કેલી પડી રહી હતી. હાલમાં સલમાન ખાન બિગ બોસ અને તેની આગામી ફિલ્મ સિકંદરની શૂટિંગમાં વ્યસ્ત છે.