આમચી મુંબઈમહારાષ્ટ્રશેર બજાર

સપ્તાહ દરમિયાન સોનું સોંઘું થયું કે મોંઘું? જાણો…

મુંબઈઃ ભારતીયોમાં સોનાનું આકર્ષણ પહેલાથી જ છે. પરંતુ હાલ આકાશના આંબેલા ભાવને લઈ લોકો ખપ પૂરતું જ સોનું ખરીદી રહ્યા છે. છેલ્લા થોડા મહિનામાં સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. જુલાઈ 2024માં સોનાનો ભાવ ટોચ પર પહોંચ્યો હતો, બજેટ 2024 બાદ ઘટ્યો અને હવે ફરી સોનું નવી ટોચ પર પહોંચ્યું છે. ઘરેલું માર્કેટમાં સોનાનો ભાવ 77,000 પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યો છે. એક સપ્તાહમાં સોનાની કિંમતમાં મોટો બદલાવ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Stock Market : 30 રૂપિયાનો શેર ઘરાવતી આ ભારતીય કંપનીએ કરી વિદેશી ફર્મને ખરીદવાની ડીલ

સપ્તાહ દરમિયાન સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો?

ઘરેલુ માર્કેટમાં સોનાના ભાવ પર નજર કરીએ તો 14 નવેમ્બરે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 73,739 રૂપિયા, 22 નવેમ્બરે 77,790 રૂપિયા પર પહોંચ્યો હતો. સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં 4051 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. 18 નવેમ્બરે સોનાનો ભાવ 74,808 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 10 નવેમ્બરે 75,873 રૂપિયા, 21 નવેમ્બરે 76,392 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. એમસીએક્સ પર સોનાનો ભાવ સપ્તાહની શરૂઆકમાં 73,946 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે સપ્તાહના અંતિમ કારોબારી દિવસ શુક્રવારે 77,685 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર સપ્તાહ દરમિયાન 10 ગ્રામ સોનાના ભાવમાં 3739 રૂપિયાનો વધારો થયો હતો.

બજેટ બાદ સોનાના ભાવમાં કેમ થયો હતો ઘટાડો

નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈના રોજ સંસદમાં મોદી 3.0નું બજેટ રજૂ કર્યુ હતું. જે બાદ અચાનક સોનાના ભાવમાં કડાકો બોલ્યો હતો. બજેટમાં અનેક બદલાવ થયા હતા અને તેમાંથી એક સોના-ચાંદી સાથે જોડાયેલું હતું. સરકારે સોના પર લાગતી કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી હતી.

આ પણ વાંચો : રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડી પણ…

દેશભરમાં સોનાના આભૂષણોની કિંમત રાજ્યોના ટેક્સ અને મેકિંગ ચાર્જના કારણે બદલાતી રહે છે. ઘરેણા બનાવવા માટે મોટાભાગે 22 કેરેટનો જ ઉપયોગ થાય છે, કેટલાક લોકો 18 કેરેટ સોનાનો પણ ઉપયોગ કરે છે. ઘરેણા પર કેરેટના હિસાબે હૉલ માર્ક હોયછે. 24 કેરેટ સોનાના ઘરેણા પર 999, 23 કરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button