કપિલના શોમાં ગોવિંદા-કૃષ્ણાનું થયું રિયુનિયન…
કોમેડિયન કૃષ્ણા અભિષેક અને ગોવિંદા વચ્ચે ઘણા વર્ષોથી અણબનાવ હતો. બંને એકબીજા સાથે બોલવાનું કે સાથે કોઇ શોમાં જવાનું પણ ટાળતા હતા. પણ હવે હાલમાં જ ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં 8 વર્ષ બાદ મામા-ભાણેજનું મિલન થયું હતું. ગોવિંદાએ કૃષ્ણાને પ્રેમથી ગધેડો કહ્યો હતો અને કૃષ્ણાએ કહ્યું કે મામા હવે હું તમને નહીં છોડું. મામા-ભાણેજનું આ મિલન ઘણું જ ભાવુક હતું.
આ પણ વાંચો : Viral Post: Suhana Khanએ કેમ આમળ્યા Agastya Nandaના કાન?
થોડા વર્ષો પહેલા, કૃષ્ણાએ ‘ધ કપિલ શર્મા શો’ના એપિસોડનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો જ્યાં તેના મામા ગોવિંદા અને મામી સુનીતા આહુજા આવવાના હતા. ત્યારથી ઘણા વર્ષો સુધી તેમની વચ્ચે ઝઘડો ચાલતો હતો. પણ હવે, તેઓએ નેટફ્લિક્સના ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં સમાધાન કરી લીધું છે.
શોના નવા એપિસોડનો પ્રોમો રિલીઝ થશે. આ પ્રોમોમાં ગોવિંદા, ચંકી પાંડે અને શક્તિ કપૂર જેવા કલાકારો પણ જોવા મળશે. તાજેતરમાં ગોળી વાગવાને કારણે ઘાયલ થયેલો ગોવિંદા હવે એકદમ ફીટ અને ફાઇન દેખાઇ રહ્યો છે. તેઓ શક્તિ કપૂરને તેના અફેર વિશે ચીડવે છે. અને પછી ‘અલી બાબા ઔર 40 ચોર’ જેવા પાત્રમાં સજ્જ કૃષ્ણા અભિષેક સાથે ડાન્સ કરવા માંડે છે.
મામા-ભાણેજ એકબીજાને ભેટે છે. બહેન આરતી આ ક્ષણ જોઇને ભાવુક થઇ જાય છે. કૃષ્ણા કહે છે, તમે ઘણા સમય પછી મળ્યા છો. હવે હું તમને જવા નહીં દઉં.
આપની જાણ ખાતર કે ગોવિંદા અને ક્રિષ્ના વચ્ચે વર્ષોથી વણસેલા સંબંધો હતા. કૃષ્ણા અભિષેક અને તેના મામા ગોવિંદા વચ્ચે 2016માં અણબનાવ થયો હતો. કૃષ્ણાએ તેના શોમાં મામાની મજાક કરી જે ગોવિંદાને અપમાનજનક લાગી હતી. ત્યાર બાદ ક્રિષ્નાની પત્ની કાશ્મીરા શાહે આ વિવાદ સોશિયલ મીડિયા પર લઇ ગઇ, જેમાં બંને વચ્ચેનો તણાવ વધી ગયો.
આ પણ વાંચો : જૂની ચણિયાચોળી, નણંદનો નેકલેસ, જેઠાણીના ઝૂમખાં, કંઈ આવી રીતે મિત્રના લગ્નમાં પહોંચી Radhika Merchant…
ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ ખુલાસો કર્યો હતો કે તેના કૃષ્ણા અને તેની પત્ની કાશ્મીરા શાહ સાથે સારા સંબંધો નથી. મામા-ભાણેજ સોશિયલ મીડિયા પર તેમનો બળાપો કાઢવા માંડ્યા, જેના કારણે બંને વચ્ચેના સંબંધો વધુ તંગ બની ગયા. ત્યાર બાદ ગોવિંદાએ તેમની ભાણેજ આરતીના લગ્નમાં હાજરી આપી ત્યારે તેમના અને કૃષ્ણા વચ્ચેના વિવાદનો અંત આવ્યો. તાજેતરમાં જ્યારે ગોવિંદાને અજાણતા જ તેમના ઘરમાં પગમાં ગોળી વાગી ગઇ અને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું, ત્યારે કાશ્મીરા પણ તેમને મળવા હૉસ્પિટલ પહોંચી હતી અને તેમની સારસંભાળ લીધી હતી.