યોગીજીના અખંડ ભારતના નિવેદન પર પાકનું રાજકારણ ગરમાયું…
ઈસ્લામાબાદ: પાકિસ્તાને સોમવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની ટીકા કરી હતી. નોંધનીય છે કે બે દિવસીય રાષ્ટ્રીય સિંધી કોન્ફરન્સને સંબોધતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જો રામજન્મભૂમિને પાંચસો વર્ષ પછી પાછી લઈ શકાય છે, તો સિંધ કેમ ના લઇ શકાય કોઈ એવું કોઇ કારણ નથી કે આપણે ‘સિંધુ’ (સિંધ પ્રાંત) પાછું લઈ ન શકીએ. અને ફક્ત એક ભાષણથી જાણે પાકિસ્તાન ડરી ગયું હોય તેમ મિડીયા સામે અને જનતા સામે પોતાનો પક્ષ રાખી રહ્યું હતું. પાકના નેતાઓને પણ ખબર છે કે અમારી જનતાને પાકિસ્તાન કરતા ભારતમાં રહેવાનું વધારે પસંદ છે.
આ મુદ્દા પર પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું હતું કે નેતાઓના અખંડ ભારતના ભડકાઉ ભાષણ અર્થહીન છે અને તેમનો ઇતિહાસના વિકૃત દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. આમ જોઇએ તો અખંડ ભારત થાય તે ફક્ત પાકિસ્તાનના મોટા માથાઓને જ વધારે તકલીફ છે બાકી મોટા ભાગની જનતાને તો મોકો મળે તરત ભારતમાં આવવા તૈયાર થઇ જાય.
અમે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન દ્વારા કરવામાં આવેલી અત્યંત બેજવાબદાર ટિપ્પણીની નિંદા કરીએ છીએ,
બલોચે કહ્યું કે તે ગંભીર ચિંતાનો વિષય છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તેમના વિભાજનકારી અને સંકુચિત રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે આવા વિચારોને વધુને વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે.