મુંબઇ: શેરબજાર અને વિદેશી હૂંડિયામણ બજારે જાણે યુદ્ધની ચિંતા પડતી મૂકી હોય એ રીતે આજે બંને માર્કેટમાં તેજીનો માહોલ જણાઈ રહ્યો છે.
મુખ્ય બેન્ચમાર્ક સેન્સેકસ ઊંચા મથાળે ખુલ્યા બાદ લગભગ ૪૦૦ પોઇન્ટ ઊછળ્યો છે, જ્યારે નિફ્ટી ૧૯,૬૦૦ની ઉપર પહોંચ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ ૩૩૪ પોઇન્ટ ઊંચી સપાટીએ છે અને નિફ્ટી ૧૯,૬૧૧ પર છે.
ટેકનિકલ એનલિસ્ટ અનુસાર, નિફ્ટી માટે આ સપાટી ખૂબ મહત્વની છે. શેરબજારને અસર કરે એવા ઘણા પરિબળ મોજૂદ છે ત્યારે દિવસ દરમિયાન કેવી ચાલ જોવા મળે છે, તે અત્યારે ભાખી શકાય એમ નથી.
એ જ રીતે, વિદેશી હૂંડિયામણ બજાર, ફોરેકસ માર્કેટમાં, મંગળવારે શરૂઆતના વેપારમાં યુએસ ડૉલર સામે રૂપિયો 4 પૈસા વધીને 83.24 પર પહોંચ્યો હતો, જેને મધ્ય પૂર્વમાં સંઘર્ષને લઈને ચિંતાઓ હોવા છતાં પણ ઇક્વિટી બજારના હકારાત્મક વલણોને કારણે મદદ મળી હતી.
ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો 83.23 પર ખૂલ્યો હતો અને ગ્રીનબેક સામે 83.23 અને 83.25ની સાંકડી રેન્જમાં રહ્યો હતો. પાછળથી તે ડોલર સામે 83.24 પર ટ્રેડ થયો, તેના અગાઉના બંધ કરતાં 4 પૈસાનો વધારો નોંધાવ્યો છે.
નોંધવું રહ્યું કે સોમવારે, યુએસ ડૉલર સામે રૂપિયો 1 પૈસા ઘટીને 83.28 પર સ્થિર થયો હતો.
Taboola Feed