વેપારશેર બજાર

છે છેલ્લા દિવસોમાં ઉછળ્યું શેર બજાર: માર્કેટ કૅપ ₹2.11 લાખ કરોડ વધારતું ગયું

મુંબઇ: રોકાણકારો માટે ગત અઠવાડિયુ ફળદાયી રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૭૯,૪૮૬.3૨ના બંધ સામે ૧,૭૭૮.૧૦ પોઈન્ટ્સ (૨.૩૦ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૧૮મી નવેમ્બર અને સોમવારે ૭૭,૫૪૮.૦૦ ખૂલી ૨૧મી નવેમ્બરને ગુરુવારે નીચામાં ૮૦,૧૦૨.૧૪ સુધી અને શુક્રવાર ૨૨મી નવેમ્બરે ઊંચામાં ૭૯,૨૧૮.૧૯ સુધી જઈ સપ્તાહ અંતે ૭૯,૧૧૭.૧૧ બંધ રહ્યો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહના અંતિમ દિવસે આવેલા ઉછાળાને પગલે માર્કેટ કેપ રૂ. ૨.૧૧ લાખ કરોડનો ઉમેરો થયો છે. સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ.૪૩૨.૭૧ લાખ કરોડ રહ્યું હતું, જે ૧૫મી નવેમ્બરના શુક્રવારના અંતે રૂ.૪૩૦.૬૦ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૧.૭૫ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૧.૫૧ ટકા, બીએસઈ-૫૦૦ ઈન્ડેક્સ ૧.૪૯ ટકા, બીએસઈ મિડકેપ ૧.૮૪ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૧.૧૪ ટકા વધ્યા હતા.


Also read: દેશમાં EVની કિંમતો ઘટશે: આ છે કારણો


આઈપીઓ ૦.૧૯ ટકા ઘટ્યો અને એસએમઈ આઈપીઓ ૨.૪૦ ટકા વધ્યો હતો. સેકટરલ ઈન્ડેક્સમાં બીએસઈ રિયલ્ટી ૫.૫૨ ટકા, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૪.૨૭ ટકા, ટેક ૪ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૨.૮૯ ટકા, ઓટો ૨.૧૪ ટકા, કેપિટલ ગુડ્સ ૨.૦૪ ટકા, હેલ્થકેર ૨.૦૨ ટકા, બેન્કેક્સ ૧.૫૮ ટકા, પીએસયુ ૧.૧૭ ટકા, એફએમસીજી ૦.૯૧ ટકા, મેટલ ૦.૫૨ ટકા, અને પાવર ૦.૩૫ ટકા વધ્યા હતા, જ્યારે ઓઈલ એન્ડ ગેસ ૦.૧૯ ટકા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ૦.૪ ટકાટકા ઘટ્યા હતા.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક વધેલી પાંચ સ્ક્રિપ્સ હતી: પાવર ગ્રીડ ૭.૪૩ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૬.૬૮ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૫.૫૧ ટકા, તાતા ક્ધસલ્ટન્સી ૫.૩૩ ટકા અને ટેક મહિન્દ્ર ૪.૯૪ ટકા સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં સૌથી અધિક ઘટેલા પાંચ શેરો હતા: અદાણી પોર્ટ્સ ૧૨.૪૪ ટકા, બજાજ ફિનસર્વ ૦.૮૮ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૬૬ ટકા, એનટીપીસી ૦.૨૭ ટકા અને એશિયન પેઈન્ટ્સ ૦.૧૬ ટકા એ ગ્રુપની ૭૨૬ કંપનીઓમાં ૪૨૭ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૨૯૯ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા હતા. બી ગ્રુપની ૧,૧૯૨ કંપનીઓમાંથી ૬૬૨ વધી હતી, ૫૨૫ ઘટી હતી અને ૫ સ્થિર રહી હતી.


Also read: શેરબજારમાં 1700 પોઇન્ટ સુધીનો તોતિંગ ઉછાળો


સેન્સેક્સમાંની ૨૪ સ્ક્રિપ્સ વધી હતી અને ૬ ઘટી હતી. બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સમાંની ૬૭ સ્ક્રિપ્સ વધી હતી અને ૩૩ ઘટી હતી. બીએસઈ ૨૦૦ સમાવિષ્ટ ૧૩૧ સ્ક્રિપ્સ વધી અને ૬૯ ઘટી હતી, મિડકેપમાંની ૧૩૨ સ્ક્રિપ્સમાંથી ૮૭ વધી, ૪૫ ઘટી હતી. સ્મોલ કેપમાંની ૯૪૫ સ્ક્રિપ્સમાંથી ૪૯૬ વધી હતી, ૪૪૬ ઘટી હતી અને ત્રણ સ્થિર રહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button