ઇન્ટરનેશનલનેશનલ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં કોમી હિંસામાં ૧૮નાં મોત

પેશાવરઃ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોમી હિંસામાં ૧૮ લોકોના મોત થયા હતા. જ્યારે ૩૦ ઘાયલ થયા હતા. આ જાણકારી પોલીસે આપી હતી.

અફઘાનિસ્તાનની સરહદે આવેલા કુર્રમ જિલ્લામાં અલીઝાઇ અને બાગાન આદિવાસીઓ વચ્ચે ગુરુવારે પેસેન્જર વાનના કાફલા પર થયેલા હુમલા બાદ આ હિંસા ફાટી નીકળી હતી. જેમાં આતંકવાદીઓએ ૪૭ લોકોની હત્યા કરી હતી. બાલિશખેલ, ખાર કાલી, કુંજ અલીઝાઇ અને મકબલમાં પણ ગોળીબાર ચાલુ છે.

આદિવાસીઓ ભારે અને સ્વચાલિત હથિયારો વડે એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. અત્યાર સુધીમાં અથડામણમાં ૧૮ લોકોના મોત અને ૩૦ ઘાયલ થયા છે. જો કે આ અથડામણમાં ૩૦થી વધુ લોકોના મોત થયા હોવાનું મીડિયા સ્ત્રોતોએ જણાવ્યું છે.

આપણ વાંચો: બંગાળના મુર્શિદાબાદમાં કોમી હિંસા, મકાનો અને દુકાનોમાં તોડફોડ, કલમ 163 લાગુ

આ અથડામણોમાં ઘરો અને દુકાનોને પણ નુકસાન થયું છે. વિવિધ ગામડાઓમાંથી લોકો સલામત સ્થળે ચાલ્યા ગયા છે. ગુરુવારે બાગાન, મંડુરી અને ઓછતમાં ૫૦થી વધુ પેસેન્જર વાહનો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસે જણાવ્યું કે ગોળીબારમાં મહિલાઓ અને બાળકો સહિત ૪૭ લોકોના મોત થયા હતા. જ્યારે છ વાહનોને નુકસાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે વાહનો ખૈબર પખ્તુનખ્વાની રાજધાની પારાચિનારથી પેશાવર જઇ રહ્યા હતા. મોટાભાગના મૃતકો શિયા સમુદાયના હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button