મહારાષ્ટ્રમાં સુશાસનની જીત અને વિભાજનકારી તાકાતોની હાર થઈઃ પીએમ મોદી…
‘એક હૈ તો સેફ હૈ’ દેશનો મહામંત્ર બની ગયો છે, ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીનું સંબોધન
PM Modi Speech Highlights: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની ભવ્ય જીત થઈ છે. ભાજપે એકલા બળે 133 સીટ પર જીત મેળવી શકે છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ પેટા ચૂંટણીમાં 9માંથી 7 સીટ પર બીજેપી ગઠબંધને જીત મેળવી છે. પીએમ મોદીએ ભાજપની જીત પર અભિનંદન આપ્યા હતા. સાંજે દિલ્હી સ્થિત બીજેપી હેડ ક્વાર્ટર પર પહોંચીને તેમણે સંબોધન કર્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત પર PM મોદીએ મહાયુતિને લઈ કહી આ વાત, CM શિંદેને કર્યો ફોન
પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું, મહારાષ્ટ્રમાં પરિવારવાદની, નકારાત્મક રાજનીતિની હાર થઈ છે. આ જીત માટે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને અભિનંદન આપું છું. આજે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન પેટાચૂંટણીમાં ભાજપને જીત મળી છે. આસામ, મધ્યપ્રદેશ અને બિહારમાં એનડીએનો વોટ શેર વધ્યો છે, જે દેશમાં હવે માત્ર વિકાસ ઈચ્છે છે તેમ દર્શાવે છે.
50 વર્ષમાં કોઈપણ ગઠબંધનની આ સૌથી મોટી જીત
આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું, મહારાષ્ટ્રમાં વિકાસ, સુશાશન અને સામાજિક ન્યાયની જીત થઈ છે. છેલ્લા 50 વર્ષમાં કોઈપણ ગઠબંધનની આ સૌથી મોટી જીત છે. સતત ત્રીજી વખત ભાજપના નેતૃત્વમાં કોઈ ગઠબંધનને વિજયી બનાવ્યું છે. ભાજપ મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. આજે એક હૈ તો સેફ હૈ દેશનો મહામંત્ર બની ચૂક્યો છે. હરિયાણા બાદ મહારાષ્ટ્રની જનતાએ આ બતાવ્યું છે.
જનતાએ પાપની સજા આપી
પીએમ મોદીએ કહ્યું, કેટલાક લોકોએ અસ્થિરતા પેદા કરવાની કોશિશ કરી હતી પરંતુ મહારાષ્ટ્રની જનતાએ તેને નકારી દીધી અને પાપની સજા મોકો મળતા જ આપી. મહારાષ્ટ્ર દેશનું છઠ્ઠું રાજ્ય છે જ્યાં સતત ત્રણ વખત ભાજપને જનાદેશ આપવામાં આવ્યો છે. આ પહેલાં ગોવા, ગુજરાત, છત્તીસગઢ, હરિયાણા અને મધ્યપ્રદેશમાં સતત ત્રણ વખત જીતી ચૂક્યા છીએ. બિહારમાં એનડીએને ત્રણ વખતથી વધારે જનાદેશ મળ્યો છે. લોકોને અમારા સુશાસનના મૉડલ પર વિશ્વાસ છે અને વિશ્વાસ જાળવી રાખવા અમે કોઈ કસર નહીં છોડીએ.
પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસને મરાઠીઓના સેવા કરવાનો મોકો મળ્યો હતો પરંતુ કંઈ ન કર્યું. અમારી સરકારે મરાઠી ભાષાને ક્લાસિકલ ભાષાનો દરજજો આપ્યો. હું હંમેશા કહું છું કે પોતાની ભાષાનું સન્માન, માતૃભાષાનું સન્માન છે. જ્યારે ભારત વિકાસ અને વિરાસતનો સંકલ્પ લે ત્યારે સમગ્ર દુનિયા તેને જોવે છે. સમગ્ર વિશ્વ આપણી સંસ્કૃતિનું સન્માન કરે છે, કારણકે આપણે તેમનું સન્માન કરીએ છીએ.
આ પણ વાંચો : 40 વર્ષ, 3 પક્ષો, 9 વખત વિધાનસભ્ય…ભાજપના કાલિદાસ કોલંબકરની થર્ડ હેટ-ટ્રિક
પીએમ મોદીએ કહ્યું કે, ઈન્ડી ગઠબંધનવાળા મિજાજ હજુ સમજી શક્યા નથી. તેઓ હકીકત સ્વીકારી શકતા નથી. દેશના મતદારો અસ્થિરતા નથી ઈચ્છતા, તેઓ દેશ પ્રથમની ભાવના સાથે જીવે છે. દેશના દરેક રાજ્યના મતદારો બીજા રાજ્યોની સરકારનું મૂલ્યાંકન કરે છે. કર્ણાટક, તેલંગણા અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર લોકોને કેવી રીતે છેતરી રહી છે તે મહારાષ્ટ્રની જનતાએ પણ જોયું. આવું જ પંજાબમાં પણ જોવા મળ્યું હતું.