નેશનલ

દિલ્હીમાં AAPના વધુ એક વિધાન સભ્યના ઘરે EDના દરોડા, ભ્રષ્ટાચારના આરોપ

દિલ્હીમાં આમ આદમી પાર્ટી(આપ)ની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. આજે મંગળવારે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)નીએક ટીમ AAPના વધુ એક વિધાનસભ્યના ઘરે દરોડા પાડવા પહોંચી હતી અને ટીમ હાલ તપાસ કરી રહી છે.

અહેવાલો અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે સવારે આમ આદમી પાર્ટીના વિધાન સભ્ય અમાનતુલ્લા ખાનના ઘર પર દરોડા પાડ્યા હતા. ખાનને સંબંધિત અન્ય સ્થળો પર પણ EDની કાર્યવાહી ચાલી રહી છે.

નોંધનીય છે કે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ આપ વિધાન સભ્ય અમાનતુલ્લા ખાન વિરુદ્ધ દિલ્હી વક્ફ બોર્ડની કામગીરીમાં નાણાકીય ગેરરીતિ અને અન્ય અનિયમિતતાઓ માટે કેસ નોંધ્યો હતો. હવે EDએ આ કેસમાં અમાનતુલ્લા વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ રહેતા નિયમોનું ઉલ્લંઘન કરીને 32 લોકોની ભરતી કરવાનો આરોપ છે. વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે આપ વિધાન સભ્યએ ભ્રષ્ટાચાર અને પક્ષપાત કર્યો હોવાના પણ આરોપ છે.
તેમના પર એવા પણ આરોપ છે કે દિલ્હી વક્ફ બોર્ડની કેટલીક મિલકતો તેમણે ગેરકાયદેસર રીતે ભાડે આપી હતી. તેમના પર દિલ્હી સરકારના અનુદાન સહિત બોર્ડ ફંડનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત