આમચી મુંબઈ

…તો શું ઠાકરેની શિવસેનાને મળશે શિવાજી પાર્ક? શિંદે જૂથે કરી પિછે હટ?

મુંબઇ: શિવસેના શિંદે જૂથના એક નેતાએ પત્રકાર પરિષદમાં વાત કરતાં કહ્યું હતું કે શિંદે જૂથ સહાનુભૂતિનું રાજકારણ નથી કરતું અને તેથી જ અમે દશેરાની ઉજવણી માટે બીજુ મેદાન શોધી લીધુ છે. આ નેતાના નિવેદનથી એક વાત તો ખબર પડી કે દસેરાની ઉજવણી શિવાજી પાર્કમાં કરવાના નિર્ણયમાંથી શિંદે જૂથે પીછે હટ કરી છે પણ આ અંગે હજી સુધી પાલિકાને સત્તાવાર રીતે કોઇ જ જાણ કરવામાં ન આવી હોવાથી આખરે શિવાજી પાર્કમાં કોની શિવસેના દશેરો ઉજવશે તે અંગેનો કોયડો હજી વણઉકેલાયો છે.

અમે સહાનુભૂતીનું રાજકારણ નથી કરતાં. વિકાસનું રાજકારણ કરીએ છીએ. તેથી જ વિવાદ ન કરતા દશેરાની ઉજવણી માટે અમે શિવાજી પાર્કની જગ્યાએ બીજું જ મેદાન શોધી લીધુ છે. ઠાકરે જૂથ જાતે જ રાજકારણ કરે છે અને જાતે જ પ્રસિદ્ધી પણ મેળવે છે. ત્યારે હવે જનતાએ નક્કી કરવાનું છે. એવી ટીકા શાળા શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે કરી હતી. સાવંતવાડીમાં યોજાયેલ એક પત્રકાર પરિષદમાં વાત કરતાં દિપક કેસરકરે આવી ટિપ્પણી કરી હતી. શિવસેનાના આ નિવેદનને કારણે દશેરાની ઉજવણી માટે શિવાજી પાર્ક કોને મળશે તે અંગેના વિવાદ પર પૂર્ણ વિરામ આવી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શિવસેનાના શિંદે જૂથ દ્વારા હજી સુધી આ અગં મુંબઇ મહાનગર પાલિકા જાણ કરવામાં આવી નથી. તેથી શિવાજી પાર્ક કઇ શિવસેનાને આપવું એ અંગે પાલિકા હજી દ્વિધામાં છે. આ અંગે બે દિવસમાં નિર્ણય લેવાશે તેમ પાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button