આ કારણે 14 વર્ષથી ડિનર નથી કર્યું બોલીવૂડના દિગ્ગજ અભિનેતાએ, કારણ જાણીને ચોંકી ઉઠશો…
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? આમ તો બોલીવૂડ સેલિબ્રિટીઓ પોતાની હેલ્થને લઈને ખૂબ જ સજાગ હોય છે પરંતુ આપણે અહીં જે અભિનેતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એણે મોટાપાના ડરથી એક-બે નહીં પૂરા 14-14 વર્ષથી રાતનું ડિનર જ કરવાનું ટાળ્યું છે. આવો જોઈએ કોણ છે આ અભિનેતા અને તેનાથી એમને કેટલો ફાયદો થયો છે એ વિશે-
આ પણ વાંચો : પલક તિવારીએ પિંક ડ્રેસમાં આપ્યા સિઝલિંગ પોઝ, તસવીરો વાયરલ
આ અભિનેતા બીજું કોઈ નહીં બોલીવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયી છે. આજકાલ સોશિયલ મીડિયા પર મનોજ બાજપેયીનો એક જૂનો ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે 12 વર્ષ પહેલાં તેમણે ડિનર કેમ નથી કર્યું અને એની પાછળનું કારણ શું હતું?
મનોજ બાજપેયીએ આ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે મને ભૂખ લાગે છે તો હું હેલ્થી ફૂડના કેટલાક ટૂકડા કે બાઈટ્સ ખાઈ લે છે. પરંતુ હું પૂરું ડિનર નથી કરતો. આ પાછળ પણ રસપ્રદ સ્ટોરી છે. મને એક ડોક્ટરે કહ્યું હતું કે રાતના જલદી ખાઈ લો નહીં તો ખાવાનું ડાઈજેસ્ટ નહીં થાય.
આ ઈન્ટરવ્યુમાં આગળ મનોજે એવું પણ જણાવ્યું હતું કે કે ડોક્ટરે મને જેવા વિઝ્યુઅલ્સ દેખાડ્યા તો એ જોઈને હું ખૂબ જ ડરી ગયો હતો અને મેં ડિનર કરવાનું છોડી દીધું હતું. એક સર્વે અનુસાર રાતના સૂતા પહેલાં જલદી ડિનર કરી લેવામાં આવે તો મોટાપો નથી આવતો. મારી દાદી ખૂબ જ ફિટ હતી અને એમને કારણે જ મને પણ જીવનમાં ફીટ રહેવાની મોટિવેશન મળી હતી. હું પણ મારા દાદી જેવી ડાયેટ ફોલો કરું છું અને એને કારણે જ હું એનર્જેટિક પણ અનુભવું છું.
આ પણ વાંચો : સ્ટારકિડ્સના બાળપણના ફોટોમાં છુપાયેલા છે અનેક સ્ટાર્સ, એકની ગણતરી તો થાય છે…
મનોજ બાજપેયી એક સારા કલાકાર હોવાની સાથે સાથે જ એક વ્યક્તિત્વના માલિક પણ છે અને તેમણે એ વાતનો પરિચય સમય સમય પર આપ્યો છે.