લદ્દાખના માઉન્ટ કુન પર ભારતીય સેનાના પર્વતારોહકોનું એક જૂથ પર્વતારોહણ કરી રહ્યું હતું દરમિયાન થયેલા હિમસ્ખલનની ચપેટમાં આવતા એક સૈનિકનું મોત થયું હતું, જયારે ત્રણ સૈનિકો હજુ ગુમ છે. અહેવાલો મુજબ હાઈ એલ્ટિટ્યુડ વેલ્ફેર સ્કૂલ અને આર્મી એડવેન્ચર વિંગની 40 સૈનિકોની એક ટીમ લદ્દાખમાં નિયમિત તાલીમ માટે માઉન્ટ કુન ગઈ હતી. 8 ઓક્ટોબર રવિવારના રોજ તાલીમ દરમિયાન, ટીમ અચાનક થયેલા હિમપ્રપાતનો ભોગ બની હતી.
સેના એક અધિકારીએ જણાવ્યું હતું કે લદ્દાખમાં બરફના તોફાનમાં ચાર સૈનિકો ફસાયા હતા. બચાવ અભિયાન દરમિયાન એક સૈનિકનો મૃતદેહ મળી આવ્યો હતો. ખરાબ હવામાન અને ભારે હિમવર્ષા વચ્ચે બાકીના ફસાયેલા સૈનિકોની શોધ ચાલુ છે.
ભારતીય સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, માઉન્ટ કુન નજીક નિયમિત તાલીમ પ્રવૃત્તિઓ દરમિયાન ટીમ અણધાર્યા હિમસ્ખલનની ચપેટમાં આવી ગઈ હતી તેમણે કહ્યું, અમારા ચાર સમર્પિત કર્મચારીઓ નીચે ફસાયા હતા. હિમસ્ખલનમાં ભોગ બનેલા એક સૈનિકનો મૃતદેહ મળી આવ્યો છે.
અધિકારીએ જણાવ્યું કે ખરાબ હવામાન અને બરફના ભારે ભરાવા છતાં, ફસાયેલા અન્ય લોકોને શોધવા અને બચાવવા માટે કામગીરી ચાલી રહી છે.
Taboola Feed