નેશનલ

Maharashtra Election Result Live: ચૂંટણીના પરિણામો અંગે રોબર્ટ વાડ્રાએ આપ્યું મોટું નિવેદન

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિએ કમાલ કર્યો છે અને 288 વિધાનસભા બેઠકમાંથી 220 બેઠકો પર પોતાનો પરચમ લહેરાયો છે. અત્યાર સુધીના ચૂંટણીના પરિણામો પરથી તે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે રાજ્યમાં મહાયુતિની સરકાર બની શકે છે અને મહાવિકાસ આઘાડી (એમવીએ) ભારે ફટકાર લાગી છે. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રાએ મોટું નિવેદન આપ્યું છે.

મહારાષ્ટ્રમાં મહેનતની જરુર
રોબર્ટ વાડ્રાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે આ ચૂંટણીના પરિણામોથી અમારે શિખામણ લેવી પડશે અને મહારાષ્ટ્રની જનતાએ જે નિર્ણય લીધો છે, તેનું અમારે સન્માન કરવું જોઈએ. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રની જનતા માટે મહેનત કરવાની જરૂર છે.

લોકોએ ચૂંટેલી સરકારને ચાલવા દો
ઝારખંડ ચૂંટણીના પરિણામોને લઈને રોબર્ટ વાડ્રાએ રાજ્યની જનતાનો આભાર માન્યો હતો અને સાથે જ શુભકામના આપી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપ ઝારખંડની પ્રજા અને સરકારને હેરાન કરે. વાડ્રાએ કહ્યું કે વિપક્ષના નેતાઓને સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને હેરાન ન કરવા જોઈએ અને લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને 5 વર્ષ સુધી ચાલવા દેવી જોઈએ.

આ પણ વાંચો : વાવ વિધાનસભા પેટાચૂંટણી પરિણામઃ ત્રિપાંખિયા જંગમાં કમળ ખીલ્યું, ગુલાબ સિંહની હાર

ઝારખંડમાં ભાજપને નસીબ હારનો
ઝારખંડના ચૂંટણી પરિણામોને લઈને ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા(JMM)ની આગેવાની હેઠળ ઇન્ડિ ગઠબંધન 41થી વધુ બેઠક પર આગળ છે, જ્યારે ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન આ આંકડામાં ઘણું પાછળ છે. આવી સ્થિતિમાં ભાજપને આ રાજ્યમાં હારનો સામનો કરવો પડ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button