મંગળ કરાવશે 80 દિવસ સુધી આ રાશિના જાતકોને કરાવશે મજા જ મજા… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
2024નું વર્ષ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે અને આ વર્ષના અંતમાં પણ અનેક મોટા અને મહત્ત્વના ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે, જેને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કયો છે ગ્રહ અને કોઈ રાશિને તેને કારણે લાભ થઈ રહ્યો છે-
આ પણ વાંચો : વર્ષના અંતમાં થશે શુક્ર-શનિની મહાયુતિ, આ રાશિના જાતકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા…
સાતમી ડિસેમ્બરના સવારે 5.01 કલાકે મંગળ કર્ક રાશિમાં વક્રી થશે અને એને કારણે ત્રણ રાશિના જાતકોને લાભ જ લાભ થશે. આ રાશિના જાતકો માટે શરૂ થનારું નવું વર્ષ લાભદાયી રહેશે. મંગળની ઉલટી ચાલથી ત્રણ રાશિના જાતકોને લાભ જ લાભ થશે. વેપારમાં પણ લાભ થશે. ચાલો જોઈએ કઈ છે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ-
કન્યા રાશિના જાતકોને મંગળની આ વક્રી ચાલ લાભ કરાવશે. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. નોકરી કરનારા લોકોને પણ લાભ થશે. કોઈ મોટી સિદ્ધિ હાંસિલ કરશે. આગામી 80 દિવસ આ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઈનલ કરશો. કામમાં સફળતા મળતા મન પ્રસન્ન રહેશે. આટકી પડેલાં કામ પૂરા થશે.
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મક પરિણામો લઈને આવશે. નોકરીમાં અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે. વર્ષની શકૂઆતમાં જ આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કોઈ પણનવી યોજનાઓ લાગુ કરવાના નવા નવા રસ્તાઓ ખુલી રહ્યા છે. પૂજા-પાઠમાં મન લાગશે. તીર્થ સ્થળોની યાત્રાએ જશો. માનસિક શાંતિ મળશે. લાપરવાહી દેખાડવાનું ટાળો.
મીન રાશિના જાતકો માટે મંગળનું વક્રી ફાયદો કરાવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. યોગ, વ્યાયાય અને ધ્યાન વચ્ચે સંતુલન જાળવશો. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. મંગળના શુભ પ્રભાવથી મીનવ રાશિના જાતકોના જીવનમાં સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. જીવનમાં સુખદ પરિણામ મળશે. નવા વર્ષમાં 24મી ફેબ્રુઆરી સુધી સકારાત્મક પરિણામો લઈને આવશે.