IND vs AUS: ‘હું તારાથી ફાસ્ટ બોલિંગ કરું છું…’ મિચેલ સ્ટાર્કે હર્ષિત રાણા આવું કેમ કહ્યું?
પર્થ: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમોના ફાસ્ટ બોલરોએ ધારદાર બોલિંગ કરી છે. ભારત અને ઓસ્ટ્રેલીયાની મેચમાં દર વખતની જેમ આ વખતે પણ બે ખેલાડીઓ વચ્ચે બોલચાલ થઈ હતી. પર્થ પીચ પર IPLની KKR ટીમના બે ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ સામસામે આવી ગયા હતા.
હર્ષિત રાણાનો બાઉન્સ અટેક:
ગઈ કાલે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન એક પછી એક આઉટ થઇ જતા ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક આજે શનિવારે બેટિંગ કરી ટીમને સ્કોરને આલગ વધરવા પ્રયત્ન કરી રહ્યો હતો,તે જ સમયે હર્ષિત રાણા બોલિંગ કરવા આવ્યો હતો. હર્ષિત રાણા સતત બાઉન્સરો ફેંકીને સ્ટાર્કને પરેશાન કર્યો હતો. સ્ટાર્કે પણ સામે સારું ડિફેન્સ બતાવ્યું હતું.
Also read: ઑસ્ટ્રેલિયા 104 રનમાં ઑલઆઉટ, બુમરાહની પાંચ વિકેટ
સ્ટાર્કે શું કહ્યું:
આ દરમિયાન હર્ષિતનો એક બોલ સ્ટાર્કના બેટની કિનારે વાગ્યો પણ સ્લીપમાં કેચ ન થઇ શક્યો. હર્ષિત રાણા થોડીક સેકન્ડો માટે સ્ટાર્ક તરફ જોતો રહ્યો, પછી સ્ટાર્કે તેને પાછળથી બોલાવ્યો. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરે સ્તરકે કહ્યું, ‘હું તારા કરતા વધુ ફાસ્ટ બોલિંગ કરું છું હર્ષિત, મારી યાદશક્તિ સારી છે.’
આ સાંભળીને હર્ષિત રાણા પાછળ ફર્યો અને હસવા લાગ્યો. સ્ટાર્કે હર્ષિતને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો કે જ્યારે તે બેટિંગ કરવા આવશે ત્યારે સ્ટાર્ક પણ તેની સામે આવી જ રીતે બાઉન્સર ફેંકશે. જો કે રાણા પર સ્ટાર્કની આ કમેન્ટની કોઈ અસર થઈ ન હતી. તેણે આગામી બોલ ફરીથી બાઉન્સર ફેંક્યો. જોકે હર્ષિત રાણાએ જ મિચેલ સ્ટાને રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો.
Also read: 44 વર્ષમાં બીજી વાર 40 રનમાં ઑસ્ટ્રેલિયાની અડધી ટીમ તંબૂ ભેગી!
IPLમાં સાથે ખેલાડીઓ:
રાણા અને સ્ટાર્ક બંને આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી ચૂક્યા છે. બંનેએ IPL-2024માં કોલકાતાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. IPLની છેલ્લી સિઝનમાં હર્ષિત રાણાએ 13 મેચમાં 19 વિકેટ ઝડપી હતી. જ્યારે મિચેલ સ્ટાર્કે 14 મેચમાં 17 વિકેટ લીધી હતી.