કૉંગ્રેસના મુખ્ય પ્રધાનપદના દાવેદાર જ પાછળ, મુંબઈના ટ્રેન્ડસ શું કહે છે
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ઘણો સારો દેખાવ કરનારી કૉંગ્રેસ વિધાનસભામાં ખાસ કંઈ ઉકાળી શકી ન હોવાનું જણાઈ રહ્યું છે. મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં બે નામ જે મુખ્ય પ્રધાનપદ માટે આગળ કરવામાં આવ્યા હતા તે જ પાછળ ચાલી રહ્યા છે. કરાડ દક્ષિણથી પૃથ્વીરાજ ચવ્હાણ 1800 મતથી પાછળ છે જ્યારે સંગેમરથી બાળાસાહેબ થોરાત 3000 મતથી પાછળ છે.
મુંબઈની વાત કરીએ તો મલાડ પશ્ચિમથી કૉંગ્રેસના અસલમ શેખ, ચારકોપથી ભાજપના યોગેશ સાગર, બોરીવલીથી ભાજપના સંજય ઉપાધ્યાય, ઘાટકોપર પશ્ચિમથી ભાજપના પરાગ શાહ, મુલુન્ડથી ભાજપના મિહિર કોટેચા, માહિમથી ઉદ્ધવસેનાના મહેશ સાવંત આગળ છે તો વરલીમાં ઉદ્ધવસેનાના આદિત્ય ઠાકરે આગળ છે. મુંબાદેવીથી અમિન પટેલ, મલબાર હીલથી મંગળપ્રભાત લોઢા આગળ છે.
Also read: Jharkhand election result: JMM ગઠબંધને બાજી પલટી, વલણોમાં બહુમતી મેળવીAlso read:
જોકે અમુક વિધાનસભા પર ગણતરીના ઘણા રાઉન્ડ બાકી છે અને લીડની સરસાઈ ઓછી છે, આથી ફાઈનલ રિઝલ્ટ અલગ પણ હોઈ શકે.