52 કરોડ રૂપિયામાં વેચાયું એક કેળું, જાણી લો શું છે ખાસિયત….
આપણામાંથી મોટાભાગના લોકોને ફળોમાં કેળા તો ખાધા જ હશે. વાત કરીએ કેળાના ભાવની તો બજારમાં એક ડઝન કેળા 50થી 70 રૂપિયાના ભાવે મળી જાય છે, પરંતુ જો તમને કોઈ કહે કે એક કેળું 52 કરોડ રૂપિયામાં વેચાયું છે તો તમને એ વાત પર વિશ્વાસ થાય ખરો? તમને કદાચ માનવામાં નહીં આવે, પરંતુ આ એક વિચિત્ર લાગતી હકીકત છે. ચાલો જાણીએ આ અનોખી ઘટના વિશે… વિશ્વના સૌથી મોંઘા કેળાની કિંમત 62 લાખ ડોલર એટલે કે લગભગ 52 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જોકે, તમને સાંભળીને આશ્ચર્ય થશે પણ આ કેળું ખાવા માટે ન હતું, પરંતુ એક કલાકારે પોતાની કળાને પ્રદર્શિત કરવામાં માટે કેળાનો આ અનોખી રીતે ઉપયોગ કર્યો હતો અને આ આર્ટ વર્કને જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા છે.
Also read: ગયાનાની સંસદમાં પીએમ મોદીએ કર્યુ વિશેષ સંબોધન, જાણો શું કહ્યું?
ઈટાલિયન કલાકાર મૌરિઝિયો કેટેલનનું આર્ટ વર્ક ‘કોમેડિયન’ કે જે દિવાલ પર ટેપથી ચિપકાવેલું કેળુ હતું. આ કેળાંની ન્યૂયોર્કમાં સોથેબીઝ ખાતે $6.2 મિલિયનમાં હરાજી કરવામાં આવી હતી. આ આર્ટ માટે દુનિયાભરના લોકોએ બોલી લગાવી હતી, આ આર્ટ તેની સાદગી માટે ખૂબ ચર્ચામાં રહ્યું હતું. આ આર્ટમાં એક કેળાને ટેપની મદદથી દિવાલ પર ચોંટાડવામાં આવ્યું હતું. આ અનોખા આર્ટની લિલામી 800,000 ડોલરથી શરૂ થઈ હતી અને માત્ર પાંચ મિનિટમાં જ તે 5.2 મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ હતી. આખરે તેને 6.2 મિલિયન ડોલરમાં ખરીદવામાં આવ્યું હતું અને આમ આ કેળું દુનિયાનું સૌથી મોંઘું કેળું બની ગયું હતું. ભારતીય રૂપિયા રકમને કન્વર્ટ કરીએ તો તે 52 કરોડ રૂપિયાની જેટલી થાય છે.
Also read: ગયાનામાં પીએમ મોદીએ વૉટર લીલીના પાનમાં માણ્યો પારંપરિક ભોજનનો સ્વાદ, જુઓ તસવીરો
આ આર્ટ ખરીદનાર વ્યક્તિનું નામ જસ્ટિન સન છે, જે ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ ટ્રોનના સ્થાપક છે. તેમણે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને દિવાલ પર ટેપ કરેલી બનાના આર્ટ ખરીદ્યું હતો. હવે આ આર્ટ વર્ક ખરીદ્યા બાદથી જ જસ્ટિનને એક નવી જવાબદારી નિભાવવી પડશે. વાત જાણે એમ છે કે જસ્ટિન હવે પોતે આ આર્ટમાં સમયાંતરે કેળા બદલાવવા પડશે, કારણ કે કેળું બગડશે ત્યારે તે આર્ટ પણ ખરાબ દેખાશે. આ જ કારણોસર, તેમણે કેળાને ટેપમાંથી કાઢી નાખવું પડશે અને થોડા દિવસોમાં તેને બદલવું પડશે. હરાજી પહેલા પણ આ બનાના આર્ટે આટલું ધ્યાન કેમ ખેંચ્યું એ વિશે પણ ભારે ચર્ચા થઈ હતી. સોશિયલ મીડિયા પર આ આર્ટનો ફોટો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.