મહારાષ્ટ્રમહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

ક્યારેક આગળ ક્યારેક પાછળઃ મુંબઈની બેઠકો પર રસાકસી

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામોમાં રસાકસી ચાલી રહી છે. ટ્રેન્ડ્સ જોઈએ તો ભાજપ અને સાથી પક્ષોની મહાયુતી સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહી છે, પરંતુ હજુ ચિત્ર સ્પષ્ટ થતાં સમય લાગશે. મુંબઈની બેઠકોની વાત કરીએ મિનિટે મિનિટે બદલાવ આવી રહ્યો છે. એકાદ રાઉન્ડમાં આગળ ઉમેદવાર બીજા જ રાઉન્ડમાં પાછળ થઈ જાય છે. મુંબઈની 36 બેઠક પર ભાજપ, શિંદેસેના, ઉદ્ધવસેના અને કૉંગ્રેસના વધારે ઉમેદવારો છે. આ પક્ષના ધબકારા ક્યારેક વધી તો ઘટી રહ્યા છે. હાલનો ટ્રેન્ડ જોઈએ તો… ચાંદિવલી વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ પાર્ટીના CWC સભ્ય, પૂર્વ મંત્રી નસીમ ખાન 1274 મતોથી પાછળ છે, શિંદે જૂથના દિલીપ મામા લાંડે આગળ છે. 1623 મતથીઆગળ ચાલી રહ્યા છે.

અણુશક્તિનગરથી નવાબ મલિકની પુત્રી સના મલિક પણ 1710 મતોથી પાછળ છે. ફહાદ અહેમદ આગળ ચાલી રહ્યા છે. નવાબ મલિક પોતે પણ ગોવંડી માનખુર્દથી પાછળ છે, સપાના અબુ આઝમી સારી એવી સરસાઈથી આગળ ચાલી રહ્યા છે.
ભાયખલામાં શિંદે જૂથના યામિની જાધવ 5272 મતથી આગળ છે જ્યારે યુબીટીના મનોજ જામસુતકર 3320 પાછળ ચાલી રહ્યા છે. બોરીવલી ભાજપ સંજય ઉપાધ્યાય આગળ ચાલી રહ્યા છે. માહિમમાં કળભળાટ મચ્યો છે. અમિત ઠાકરે 2156 મત સાથે પાછળ છે જ્યારે યુબીટીના મહિષ સાવંત – 2270 અને સદા સરવણકરને 2142 મત મળ્યા છે.


Also read: મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની શરૂઆત કરનારીએ ઘટનાને પાંચ વર્ષ પૂરા


મુલુંડથી મિહિર કોટેચા 3 રાઉન્ડ પછી 11150 ની લીડથી આગળ છે. ઘાટકોપર પશ્ચિમ વિધાનસભાથી રામ કદમ આગળ છે. બાન્દ્રા ઈસ્ટમાં ઝીશાન સિદ્દીકી પાછળ છે જ્યારે યુબીટીના વરૂણ સરદેસાઈ આગળ ચાલી રહ્યા છે. વિક્રોલીથી યુબીટીના સુનીલ રાઉત આગળ ચાલી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button