વેપાર

સોનાએ ₹ ૫૭૨૫૦ની સપાટી વટાવી, ચાંદીમાં કિલો ₹ ૧૩૯૮નો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે જિઓપોલિટિકલ સંકટ ઊભું થયું હોવાથી રોકાણકારોનું ધ્યાન ફરીથી સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ તરીકે સોનાચાંદી જેવી કિંમતી ધાતુ તરફ દોરાવાને કારણે તેના વૈશ્ર્વિક ભાવમાં ચમકારો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઔંશ દીઠ ૧૮૪૮ ડોલર બોલાયું હતું અને સિલ્વર ૨૧.૭૦ ડોલર બોલાઇ હતી. મુંબઇના ઝવેરી બજાર ખાતે આઇબીજેએના ડેટા અનુસાર ૯૯૯ ટચના શુદ્ધ સોનાના ભાવ દસ ગ્રામે રૂ. ૫૬,૫૩૯ સામે રૂ. ૭૯૩ વધીને રૂ. ૫૭,૩૩૨ જ્યારે ૯૯૫ ટચના સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૫૬,૩૧૩ સામે રૂ. ૭૮૯ વધીને રૂ. ૫૭,૧૦૨ની સપાટીએ પહોંચ્યા હતાં. જ્યારે હાજર ચાંદીના ભાવ એક કિલોદીઠ રૂ. ૬૭,૦૯૫ના પાછલા બંધ સામે રૂ. ૧૩૯૮ના ઉછાળા સાથે રૂ.૬૮,૪૯૩ની સપાટીએ પહોંચ્યાં હતાં. નવી દિલ્હી ખાતે સોનાના ભાવમાં ૧૦ ગ્રામે રૂ. ૩૦૦નો ઉછાળો જોવા મળ્યો હતો અને તે રૂ. ૫૮,૦૫૦ની સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ચાંદી રૂ. ૫૦૦ના ઉછાળા સાથે રૂ. ૭૨,૫૦૦ પ્રતિ કિલો બોલાઇ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button