આપણું ગુજરાત

મોડાસામાં ટ્રક સળગતાં એક બાળક સહિત ત્રણનાં મોત

અમદાવાદ: અરવલ્લીમાં મોડાસાના બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગ લાગતાં એક બાળક સહિત ત્રણ વ્યક્તિ બળીને ભડથું થઈ ગયા હતા. બકરાં ભરેલી ટ્રક વીજતારને અડી જતાં સળગી ઊઠી હતી. આ આગમાં ૧૫૦થી વધુ ઘેટાં-બકરાં પણ બળીને ખાખ થઈ ગયાં હતાં. મોડાસાની બે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મોડાસા તાલુકાના શામળાજી હાઇવે પાસે આવેલા બામણવાડ ગામ પાસેથી ઘેટાં બકરાં ભરેલી એક ટ્રક પસાર થતી હતી. દરમિાયન ટ્રક ઓવરહેડ જીવંત વીજતારને અડકી જતા ટ્રકમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ટ્રકમાં રહેલાં ૧૫૦ જેટલાં ઘેટાં-બકરાં બળીને ભડથું થઈ ગયાં હતા. બકરાની જાળવણી માટે ટ્રકમાં રહેલા એક બાળક સહિત ત્રણ લોકો પણ આગની જ્વાળામાંથી બહાર નીકળી ના શકતા આગમાં બળી જવાના કારણે ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ મોડાસા ફાયર વિભાગના અધિકારી સહિતનો સ્ટાફ બે ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?