થાણેમાં નાણાકીય વિવાદમાં હત્યાનો પ્રયાસ: 2 આરોપીને 7 વર્ષની કેદ…
મુંબઈઃ વર્ષ 2015માં નાણાકીય વિવાદને લઇ શખસ પર હુમલો કરીને તેને ઘાયલ કરવા બદલ થાણે કોર્ટે બે આરોપીને સાત વર્ષની સખત કેદ ફટકારી હતી.
આ પણ વાંચો : જે બસમાં ઈવીએમ લઈ જવામાં આવ્યા હતા એમાં એવું શું મળ્યું કે બધા ચોંકી ઉઠ્યા?
એડિશનલ સેશન્સ જજ અભય એન. સિર્સિકરે આરોપી મૌલાબક્ષ મહેંદીહસન મન્સુરી (57) અને રજ્જી અહમદ નબીબક્ષ મન્સુરી (47)ને દોષી ઠેરવીને સજા ઉપરાંત પ્રત્યેકી એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
સરકારી વકીલ રશ્મી ક્ષીરસાગરે કોર્ટને જણાવ્યું હતું કે 26 માર્ચ, 2015ની રાતે આ ઘટના બની હતી. કમરૂદ્દીન અને તેના નાનાભાઇ સુલ્તાને થાણેના રાબોડી વિસ્તારમાં આરોપીને આંતર્યો હતો. કમરૂદ્દીનના પિતાએ આરોપી મૌલાબક્ષને માસિક વ્યાજના વચન સાથે રોકાણ માટે આઠ લાખ આપ્યા હતા, જે તેણે પાછા કર્યા નહોતા.
આ પણ વાંચો : Election Day: બીડમાં મતદાન વખતે અપક્ષના ઉમેદવારને આવ્યો હાર્ટ એટેક અને…
કમરૂદ્દીને પૈસાની માગણી કરતાં આરોપી સાથે તેનો વિવાદ થયો હતો. આથી મૌલાબક્ષે ચાકુ કાઢી સાળાની મદદથી કમરૂદ્દીન પર હુમલો કર્યો હતો. આ પ્રકરણે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી.
(પીટીઆઇ)