મનોરંજન

હવે ‘ભાગમ ભાગ 2’ ફિલ્મ આવશેઃ અક્ષય, ગોવિંદા ને પરેશ રાવલ જોવા મળશે પાવરફૂલ

મુંબઈઃ લગભગ ૧૮ વર્ષ પહેલા રિલીઝ થયેલી અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલની સુપરહિટ જોડી ફરી એકવાર ‘ભાગમ ભાગ ૨’થી ધૂમ મચાવવા આવી રહી છે. ૨૦૦૬માં આવેલી કોમેડી ફિલ્મ ‘ભાગમ ભાગ’ની આ સિક્વલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

બ્લોકબસ્ટર કોમેડી અને ખડખડાટ હસાવતી આ ફિલ્મ રિરિલિઝ માટે તૈયાર છે. આ ફિલ્મે તમામ દર્શકોને ખૂબ હસાવ્યા હતા. હવે આટલા સમય પછી, આ મોસ્ટ અવેઇટેડ સિક્વલ ફરી એકવાર એ જ જૂના કલાકારો સાથે ફરી આવી રહી છે.

આ ફિલ્મમાં અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલ ફરી એકવાર તેમની જૂની સ્ટાઈલ પરંતુ નવા અંદાજમાં જોવા મળશે. ‘ભાગમ ભાગ’ને જાણીતા નિર્દેશક પ્રિયદર્શનની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. રોરિંગ રિવર પ્રોડક્શન્સની સરિતા અશ્વિન વર્દે દ્વારા તાજેતરમાં શેમારૂ એન્ટરટેઈનમેન્ટ પાસેથી આ ફિલ્મની સિક્વલના અધિકારો લેવામાં આવ્યા છે, જેઓ ફિલ્મની સ્ક્રિપ્ટ પર પણ કામ કરી રહી છે. તે શેમારૂ સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કરશે.

આ પણ વાંચો : Dhai Aakhar Movie reviewઃ ધડમાથા વિનાની ફિલ્મો સામે મનને ઠંડક આપે છે આ સાહિત્યિક કૃતિ…

સરિતા લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તે તેના પતિ અશ્વિન વર્દેની પાછળ સર્જનાત્મક શક્તિ રહી છે, જેઓ ‘બોસ’, ‘મુબારકાં’, ‘કબીર સિંહ’, ‘ઓએમજી -૨’ અને ‘ખેલ ખેલ મેં’ જેવી ફિલ્મોના નિર્માતા પણ છે.

શેમારૂ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ હિરેન ગડાએ કહ્યું હતું કે ‘અમે એક એવી ફિલ્મ બનાવવા માટે એક મહાન ટીમ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ જે તે વારસાને હાસ્ય અને મનોરંજન સાથે અકબંધ રાખશે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button