આમચી મુંબઈ

પરલી વૈજનાથ, ઘૃષ્ણેશ્ર્વર અને સપ્તશૃંગી દેવી તીર્થના વિકાસ માટે ₹ ૫૩૧ કરોડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ આયોજિત શિખર સમિતિની બેઠકમાં રાજ્યના તીર્થ સ્થળોના વિકાસ આયોજનને મંજૂરી આપવામાં આવી હતી. બે જ્યોતિર્લિંગ અને સપ્તશૃંગી દેવીના વિસ્તાર માટેના રૂ. ૫૩૧ કરોડના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી.

પરલી વૈજનાથ જ્યોતિર્લિંગ વિકાસ માટે ૨૮૬.૬૮ કરોડના સુધારિત પ્લાનને, ઘૃષ્ણેશ્વર તીર્થના વિકાસ માટે રૂ. ૧૬૩ કરોડના સુધારિત પ્લાન અને સપ્તશૃંગી દેવીના તીર્થના વિકાસ માટે રૂ. ૮૧.૮૬ કરોડના સુધારિત પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી.

આ પ્લાનમાં દર્શન માટે આવનારા ભાવિકો માટે સારી સગવડ-સુવિધા ઉપલબ્ધ કરવાનો સમાવેશ છે, તેની સાથે જ આ વિસ્તારમાં પર્યટન માટેનાં આકર્ષણો વિકસિત કરવાનો પણ સમાવેશ કરવાનો નિર્દેશ મુખ્યપ્રધાને અધિકારીઓને આપ્યો હતો.

પરલીના મંદિર પરિસર વિકાસ પ્લાન હેઠળ ૯૨ કામને નવી વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત પ્લાન હેઠળ કરવામાં આવનારા કામનું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું. મંદિરની પાછળના ભાગમાં લાઈટ અને સાઉન્ડ શો કરવામાં આવશે. લેઝર શો કરતી વખતે નાગરિકોની આંખને ઈજા ન થાય તેનું પણ ધ્યાન રાખવાનો નિર્દેશ મુખ્ય પ્રધાને આપ્યો હતો.

ઘુષ્ણેશ્વર મંદિરના ડેવલપમેન્ટ પ્લાનમાં રસ્તો પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. ગુફા નંબ એકથી મહાદેવના મંદિર સુધીનો નવો ૧.૬૫૦ કિ.મી.નો બાંધવામાં આવશે. તેને માટે રૂ. ૨૭.૫૮ કરોડનો ખર્ચ અપેક્ષિત છે. આવી જ રીતે બાંધકામ માટે રૂ. ૧૬ કરોડની જોગવાઈ મળીને કુલ ૧૬૩ કરોડની જોગવાઈને મંજૂરી આપવામાં આવી છે.

સપ્તશૃંગી દેવીના ડેવલપમેન્ટ પ્લાન માટે રૂ. ૮૧.૮૬ કરોડના પ્લાનમાં સ્વચ્છતા ગૃહ બાંધવા, ઘુમ્મટ બેસાડવો, શિલા ધસી પડે તેનાથી રક્ષણ માટે સંરક્ષક જાળી બેસાડવી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?