આસારામે આજીવન કેદની સજા રદ કરવા કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે માંગ્યો જવાબ…
અમદાવાદઃ દુષ્કર્મના મામલે જેલમાં બંધ આસારામે સજા માફ કરવા કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે. જજ એમએમ સુંદરેશ અને જજ અરવિંદ કુમારની પીઠે કહ્યું કે આ મુદ્દા પર વિચાર ચિકિત્સા આધાર પર જ રહેશે. 2013માં દુષ્કર્મના મામલે ગાંધીનગરની નીચલી કોર્ટે આસારામને આજીવન કેદની સજા સંભળાવી હતી. અરજી પર આગામી સુનાવાણી 13 ડિસેમ્બરે થશે. પીઠે કહ્યું, અમે નોટિસ જાહેર કરીશું . પરંતુ અમે માત્ર સારવારની શરતો પર જ વિચાર કરીશું.
આ પણ વાંચો : Gandhinagar કોર્પોરેશને લાગૂ કરી એડવર્ટાઈઝમેન્ટ પોલિસી, હવે હોર્ડિંગ્સ-બેનર લગાવવા મંજૂરી ફરજિયાત
હાઈ કોર્ટ અરજી ફગાવી ચૂક્યું છે
સુપ્રીમ કોર્ટે પહેલાં આસારામે ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી હતી. સજા રદ કરવાની માંગ કરતી અરજીને 29 ઓગસ્ટે હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. સજાને રદ કરવા અને જામીન આપવાની ના પાડી કોર્ટે રાહત આપવાની ના પાડી હતી. 2023માં ગાંધીનગરમાં સેશન્સ કોર્ટે દુષ્કર્મ મામલે આસારામને સજા સંભળી હતી. આ ફરિયાદ 2013માં આસારામના આશ્રમમાં રહેતી એક મહિલાએ નોંધાવી હતી.
હાલ આસારામ જોધપુરની જેલમાં બંધ છે. જોધપુરમાં દુષ્કર્મના એક અન્ય મામલે સજા સામે આસારામની અપીલે રાજસ્થાન હાઈ કોર્ટે ચાલુ વર્ષે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, તેની ઉંમર, સારવાર અંગેની દલીલો રાહત આપવા માટે પ્રાસંગિક નથી.
આ પણ વાંચો : ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતના ઘરેથી મળ્યો દારૂ…
આસારામે તેની અરજીમાં કહ્યું હતું કે, તે એક કાવતરાનો શિકાર બન્યો છે અને દુષ્કર્મના આરોપ ખોટા છે. તેમાં કહેવામાં આવ્યું કે ટ્રાયલ કોર્ટે ફરિયાદ દાખલ કરવામાં 12 વર્ષનો વિલંબ કર્યો હતો. જોધપુરમાં દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલી અપીલ રાજસ્થાન હાઈ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. તે કેસમાં સજા સ્થગિત કરવાની આસારામની અરજી રાજસ્થાન હાઈ કોર્ટે આ વર્ષે જાન્યુઆરીમાં ફગાવી દીધી હતી.