Amitabh Bachchanએ અભિષેક-ઐશ્વર્યાના ડિવોર્સને લઈને કરી સ્પષ્ટતા, પોસ્ટ કરીને કહ્યું…
છેલ્લાં કેટલાય સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સની ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ અત્યાર સધી આ બાબતે ઐશ્વર્યા-અભિષેક કે બચ્ચન પરિવારના કોઈ પણ સભ્યનું નિવેદન આવ્યું નહોતું. પરંતુ હવે બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ આ વિશે મૌન તોડ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે આ વિશે સ્પષ્ટતા કરી છે. આવો જોઈએ બિગ બીએ શું કહ્યું છે એ-
સોશિયલ મીડિયા અને ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનના ડિવોર્સની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ આ બાબતે કોઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નહોતું. હવે પરિવારના મુખિયાજી એટલે કે અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર એક નોટ શેર કરી છે અને આ નોટમાં તેમણે અટળોના સંદર્ભમાં જ પોતાનો વિચારો રજૂ કર્યા છે.
બિગ બી સોશિયલ મીડિયા પર રેગ્યુલર બ્લોગ પોસ્ટ કરે છે અને તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું મારા પરિવાર વિશે બોલતો નથી, કારણ કે એ મારું ડોમેન છે અને હું એમની પ્રાઈવસી જાળવી રાખવામાં માનું છું. અટકળો એ અટકળો જ છે. એ વેરિફિકેશન વિનાની અટકળો છે. હું આ વાતોને ખાસ કંઈ મહત્ત્વ આપવામાં નથી માનતો. ખોટી, પાયા વિહોણી અને પ્રશ્ચર્થ ચિહ્ન સાથેના રિપોર્ટ અને દાવાઓ પર કેટલો વિશ્વાસ કરવો એક સવાલ છે.
આ પણ વાંચો: આપણે જીવનમાં ક્યાંક અટવાયા છીએઃ આવું કેમ કહ્યું જૂનિયર બચ્ચને
બિગ બીએ પોતાની પોસ્ટમાં ક્વેશ્ચન માર્કનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે આ ચિહ્ન સાથે તમે તમારે જે લખવું હોય એ લખી શકો છો, વ્યક્ત કરી શકો છો. પરંતુ તમે જ્યારે એની પાછળ ક્વેશ્નન માર્ક લગાવો છો ત્યારે તમે એવું કહો છે કે તમે લખેલી વાત તમે નથી કહી રહ્યા અને તે સવાલ કરી શકાય એવી છે.
આ પણ વાંચો: બચ્ચન પરિવાર શું કરવા માગે છે! હવે મુંબઇના આ વિસ્તારમાં…
બિગ બીની આ પોસ્ટને યુઝર્સ અને ફેન્સ ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સ સાથે સાંકળીને જોઈ રહ્યા છે. આ પોસ્ટ કરીને બિગ બી ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સના રિપોર્ટ્સને રદીયો આપી રહ્યા છે એવી અટકળો યુઝર્સ લગાવી રહ્યા છે.