Happy Birthday: ડૉક્ટર મા-બાપનો દીકરો એક્ટર બનવા માટે બની ગયો હતો રસોયો
ફિલ્મ લાઈનમાં નસીબ અજમાવવા આવતા ઘણા કલાકારો ગરીબ પરિવારમાંથી આવતા હોય છે અને મુંબઈમાં રહી સ્ટ્રગલ કરવા માટે ઘરેથી પૈસા મંગાવવાનો વિકલ્પ તેમની પાસે હોતો નથી, આથી કેવા કેવા કામ કરી તેઓ દિવસો કાઢતા હોય છે, પરંતુ આજની બર્થ ડે સેલિબ્રિટી તો ડોક્ટર પરિવારમાંથી આવતી હતી છતાં તેણે મુંબઈ આવી સ્ટ્રગલ કર્યુ છે.
Also read:I Want to Talk Movie Review: અભિષેકને ફુલ માર્ક્સ, શૂજિત સરકાર ફેલ
હાલમાં જ જેની ફિલ્મે ધૂમ મચાવી છે અને કરોડોની કમાણી કરી છે તે કાર્તિક આર્યન (Kartik Aryan)નો આજે 34મો જન્મદિવસ છે. ગ્વાલિયરમાં જન્મેલા કાર્તિકના માતા-પિતા ડોક્ટર છે અને દરેક ડોક્ટર કપલની જેમ તેમની પણ ઈચ્છા હતી કે કાર્તિક પણ આ ફિલ્ડમાં કરિયર બનાવે. પણ દીકરો તો પહેલેથી જ એક્ટિંગના સપના જોતો હતો. કાર્તિકે એન્જિનિયરિંગમાં એડમિશન તો લીધું પણ મન તો એક્ટિંગમાં જ હતું.
કાર્તિકે એક્ટિંગનો કોર્સ કર્યો અને પછી મુંબઈ આવ્યો. મમ્મી-પપ્પાને કહ્યું ન હતું. આથી પોતાના જેવા 12 સ્ટ્રલર્સના રૂમમાં રહેતો હતો. કાર્તિકને રસોઈ બનાવતા આવડતી હોવાથી તે બારેયની રસોઈ બનાવતો અને તે રીતે પોતાનો રહેવા ખાવાનો ખર્ચ કાઢી લેતો.
કાર્તિકે સૌથી પહેલા પ્યાર કા પંચનામા સાઈન કરી અને તે માટે રૂ. એક કરોડની ફીસ તેને મળી. આ ફિલ્મ હીટ ગઈ, પણ કાર્તિક જોઈએ તેટલો હીટ ન થયો. કાર્તિકે ઉતાર ચઢાવ જોયા. સોનુ કી ટીટુ કી સ્વીટી, પતિ-પત્ની ઔર વો જેવી તેની ફિલ્મોએ વચ્ચે વચ્ચે તેને ઑક્સિજન આપ્યું.
તેની સૌથી હીટ ફિલ્મ ભુલભુલૈયા-3 સાબિત થઈ જે એકાદ મહિના પહેલા જ રિલિઝ થઈ છે. આ સિરિઝના બીજા પાર્ટ કરતા પણ ત્રીજો પાર્ટ લોકોને વધારે ગમ્યો.
Also read:Kokilaben Ambani સાથે દેખાઈ Shloka Mehta પણ લાઈમલાઈટ તો લૂંટી આ ખાસ વસ્તુએ…Also read:
કાર્તિક હવે તેની એક ફિલ્મના રૂ. 30થી 40 કરોડ લે છે. લગભગ રૂ. 250 કરોડની ફિલ્મનો માલિક છે. હજુ સિંગલ છે અને કોઈપણ જાતના ગૉડફાધર વિના ઈન્ડસ્ટ્રીમાં ટકી ગયો છે. તેના નામે બે રેકોર્ડ પણ છે. પ્યાર કા પંચનામા-2માં તેણે સાત મિનિટનો મોનોલોગ બોલ્યો છે અને ધમાકા નામની એક રમેક ફિલ્મ તેમ દસ દિવસમાં પૂરી કરી નાખી હતી.
કાર્તિકને જન્મદિવસની શુભેચ્છા.