અમદાવાદઆપણું ગુજરાત

Ahmedabad થી યુવક 60 લાખની બીએમડબ્લ્યુ લઈને ફરાર થયો, પોલીસે મોરબીથી ઝડપ્યો

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં એક આશ્ચર્યજનક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક યુવાન સપનું પૂર્ણ કરવા માટે 60 લાખ રુપિયાની કિંમતની બીએમડબ્લ્યુ કાર લઈને ફરાર થયો હતો. મૂળ જામનગરના આ યુવકની પોલીસે મોરબીથી ધરપકડ કરી હતી. આ યુવક શો- રૂમનો કમર્ચારી હોવાનું નાટક કરીને ચાલાકીપૂર્વક કાર લઈને ફરાર થયો હતો.

23 વર્ષી યુવક કાર લઈને ફરાર

જેમાં આ ઘટનાની મળતી વિગતો મુજબ, બીએમડબ્લ્યુ કાર ફેક્ટરીથી અમદાવાદના શોરૂમ સુધી પહોંચેલી કાર 23 વર્ષી યુવક લઈને ફરાર થયો હતો. બીબીએનો અભ્યાસ કરતો યુવક ધંધો કરવા માંગતો હતો. પરંતુ પૈસાના અભાવે તેણે શોરૂમના કર્મચારી તરીકે બીએમડબલ્યુ કારની ડિલિવરી કરવા અમદાવાદ આવેલા ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનરને ઓળખાણ આપી અને રુપિયા 60 લાખની કિંમતની બીએમડબલ્યુ કાર લઈને ભાગી ગયો હતો.

સવારે શોરૂમ બંધ હતો

પોલીસનું કહેવું છે કે 12 નવેમ્બરે તમિલનાડુથી છ બીએમડબ્લ્યુ કાર ટ્રેલરમાં ભરીને અમદાવાદના શોરૂમમાં ડિલિવરી માટે લાવવામાં આવી હતી. આ પછી 19મી નવેમ્બરે સવારે શોરૂમ બંધ હોવાથી ટ્રેલર ચાલકો અને ક્લીનરો શોરૂમ નજીક હાઇવે પર શોરૂમ ખુલવાની રાહ જોવા લાગ્યા હતા.દરમિયાન, પોતે બીએમડબલ્યુ શોરૂમનો કર્મચારી હોવાની ઓળખ આપીને યુવકે ટ્રેલરમાં ભરેલી ત્રણ બીએમડબલ્યુ કાર એક પછી એક નીચે ઉતારી હતી. 60 લાખની કિંમતની ગ્રે કલરની કારને શોરૂમમાં છોડી દેવાનું કહી ગૌરાંગ ફરાર થઈ ગયો હતો.

પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવ્યું હતું

આ પછી જ્યારે મામલો સામે આવ્યો ત્યારે ડ્રાઈવર રાજકુમાર યાદવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે જણાવ્યું કે અમે નજીકના સીસીટીવી તપાસ્યા અને જાણવા મળ્યું કે અમદાવાદથી સાણંદ તરફ એક બીએમડબ્લ્યુ નીકળી હતી. બીએમડબ્લ્યુ લઈને ભાગી ગયેલા વ્યક્તિએ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવ્યું હતું. આ પછી તે વ્યક્તિ બીએમડબલ્યુમાં સાણંદથી કચ્છ તરફ ગયો હતો.

ત્યારબાદ રોડ પર આવતા તમામ ટોલ બૂથના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને કારનો પીછો કરવામાં આવ્યો હતો. કારનું છેલ્લું લોકેશન મોરબીના હળવદ બાદ કચ્છ તરફના અણીયારી ટોલટેક્સ પર મળી આવ્યું હતું. આ પછી પોલીસે સ્થાનિક લોકો પાસેથી માહિતી લીધી હતી, ત્યારબાદ મોરબી પોલીસની મદદથી નાકાબંધી કરવામાં આવી હતી. કાર માળીયાથી મોરબી તરફ આવી રહી હતી ત્યારે કાર સાથે યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું

પોલીસના જણાવ્યા અનુસાર, 60 લાખની કિંમતની બીએમડબ્લ્યુ લઈને ફરાર થયેલા યુવકની ઉંમર 23 વર્ષ છે. તે જામનગરનો રહેવાસી છે. બીબીએનો અભ્યાસ કર્યા બાદ તેણે એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતો હતો.જેની માટે તેની પાસે પૈસા નહોતા.

Also Read – Ahmedabad નું કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, પોલીસ સ્ટેશનમાંથી જ ચોરીનો આરોપી ફરાર

શોરૂમના કર્મચારી તરીકે ઓળખ આપી કાર લઈને ભાગી ગયો

તેમજ તે જુદી-જુદી કારમાં લિફ્ટ લઈને તે મોરબીથી અમદાવાદ પહોંચ્યો હતો. જ્યારે તે અમદાવાદમાં મકરબા પહોંચ્યો ત્યારે તેણે એક ટ્રેલર પાર્ક કરેલું જોયું જેમાં એક બીએમડબ્લ્યુ કાર હતી. જ્યારે તમામ કાર શોરૂમમાં પહોંચાડવાની હતી ત્યારે તેણે ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનરને શોરૂમના કર્મચારી તરીકે ઓળખ આપી કાર લઈને ભાગી ગયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button