દીકરી આરાધ્યા માટે શું કહ્યું Abhishek Bachchanએ?
અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં પર્સનલ અને પ્રોફેશનલ બંને કારણોસર ચર્ચામાં રહે છે. પર્સનલ લાઈફમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાથેના વણસેલા સંબંધોને કારણે તો પ્રોફેશનલ લાઈફમાં તે તેની આગામી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક (I Want To Talk)ને કારણે ચર્ચામાં રહે છે. આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. પરંતુ હાલમાં અભિષેક ચર્ચામાં આવ્યો છે તેણે દીકરી આરાધ્યા બચ્ચન માટે કહેલી એક વાતને કારણે. આવો જોઈએ આખરે એવું તે શું કહ્યું અભિષેકે…
અહીંયા તમારી જાણ માટે કે હાલમાં જ આરાધ્યાનો 13 મો બર્થડે ગયો અને એ સમયે પણ ઐશ્વર્યા રાયે કે અભિષેક બચ્ચને આરાધ્યા માટે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કરી નહોતી. આ બધા વચ્ચે હવે અભિષેકે આરાધ્યા માટે એવી વાત કહી છે કે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. અભિષેકે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મની તેની દીકરી આરાધ્યા સાથેના સંબંધ પર શું અસર જોવા મળી છે? ડિરેક્ટર શૂજિત સરકાર સાથેની વાતચીતમાં અભિષેકે જણાવ્યું હતું કે મારી પર્સનલ લાઈફમાં તેના પ્રોજેક્ટ પર અસર જોવા મળી છે.
અભિષેકે આગળ જણાવ્યું કે મારી દીકરી આરાધ્યા સાથેના સંબંધો પર આ ફિલ્મની અસર જોવા મળી હતી. દરેક પિતાનું એક સપનું હોય છે કે તે પોતાની દીકરીના લગ્નમાં નાચે. આ ફિલ્મની પર્સનલ લાઈફ પર અસર જોવા મળી છે. મને નથી યાદ કે મારી કોઈ પણ ફિલ્મ કે કેરેક્ટરની મારી પર્સનલ લાઈફ પર અસર જોવા મળી હોય.
દરમિયાન હાલમાં જ દીકરી આરાધ્યાનો 13મો બર્થડે હતો એ સમયે અભિષેક બચ્ચને દીકરી આરાધ્યા માટે સોશિયલ મીડિયા પર કોઈ પણ સ્પેશિયલ પોસ્ટ કરી નહોતી. જ્યારે કે દર વર વર્ષે ઐશ્વર્યા અને અભિષેક દીકરીના બર્થડે પર સ્પેશિયલ પોસ્ટ કરતાં હોય છે. પરંતુ આ વખતે આ સિલસિલો તૂટ્યો છે, જેને કારણે પણ લોકો સોશિયસ મીડિયા પર જાત જાતની અટકળો લગાવી રહ્યા છે.
આ પણ વાંચો : પત્ની ઐશ્વર્યાને મનાવવા માટે અભિષેક બચ્ચને કર્યું કંઇક એવું કે….
અત્રે ઉલ્લેખનીય છે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. દરરોજ બંનેના સંબંધને લઈને કોઈને કોઈ ચર્ચા કે વાતો આવતી હોય છે. પરંતુ બંનેમાંથી કોઈએ હજી સુધી આ બાબતે ખુલીને વાત કરી નથી.