જ્યોર્જ ટાઉન : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi)ત્રણ દેશોનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આજે રાજધાની દિલ્હી પરત આવશે. પીએમ મોદીએ દિલ્હી આવતા પૂર્વે જ્યોર્જટાઉનમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે “.ભારત અને ગુયાના બંનેને તેમની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિઓ પર ગર્વ છે.આપણા દેશો દર્શાવે છે કે સાંસ્કૃતિક વિવિધતા આપણી તાકાત છે. અમારી સમાનતાઓ અમારી મિત્રતાને મજબૂત પાયો પૂરો પાડે છે. ત્રણ વસ્તુઓ, ખાસ કરીને, ભારત અને ગુયાનાને ઊંડાણપૂર્વક જોડે છે – સંસ્કૃતિ, ખોરાક અને ક્રિકેટ મહાકુંભ અને શ્રી રામ મંદિરના દર્શન માટે આમંત્રણ આપ્યું.
Also read: ગયાનાની સંસદમાં પીએમ મોદીએ કર્યુ વિશેષ સંબોધન, જાણો શું કહ્યું?
તેમણે સંબોધન દરમ્યાન ભારતીયોને વર્ષ 2025માં પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ અને અયોધ્યામાં શ્રી રામ મંદિરના
દર્શન કરવા માટે આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી 13 2025 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. હું તમને પરિવાર અને મિત્રો સાથે આ કાર્યક્રમમાં સહભાગી થવા આમંત્રણ પાઠવું છું. તેમજ અયોધ્યામાં આપ રામ મંદિરના પણ દર્શન કરી શકશો.
યુવાનોએ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવી
આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના આર્થિક વિકાસની પણ રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા દાયકામાં ભારતની સફર સ્કેલ, સ્પીડ અને સસ્ટેનીબીલીટીની રહી છે. માત્ર 10 વર્ષમાં ભારત 10મા સૌથી મોટા અર્થતંત્રમાંથી 5મુ સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. તેમજ ટૂંક સમયમાં આપણે ત્રીજા નંબરે પહોંચીશું. અમારા યુવાનોએ અમને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવી દીધી છે.
50 કરોડથી વધુ બેંક ખાતા ખોલ્યા
પીએમ મોદીએ જણાવ્યું કે “ભારતનો વિકાસ માત્ર પ્રેરણાદાયી જ નહિ પરંતુ સર્વસમાવેશક પણ રહ્યો છે. અમારૂ ડિજિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગરીબોને સશક્ત બનાવી રહ્યું છે. અમે લોકો માટે 50 કરોડથી વધુ બેંક ખાતા ખોલ્યા છે. અમે ડિજિટલ ઓળખ અને મોબાઇલ સાથે લિંક કર્યા છે. આનાથી લોકોને નાણાં સીધા તેમના ખાતામાં મદદ મળી છે.
Also read: PM Modi ને હવે આ બે દેશ પણ સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપશે
અભિયાન “એક પેડ માં કે નામ” નો હિસ્સો
ભારતીય સમુદાયને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “મારા આગમન વખતે મને જે પ્રેમ અને સ્નેહ મળ્યો છે તેનાથી હું અભિભૂત છું. રાષ્ટ્રપતિ અલી અને તેમની દાદીની સાથે અમે એક વૃક્ષ પણ વાવ્યું હતું. આ અમારા અભિયાન “એક પેડ માં કે નામ” નો હિસ્સો છે.