નેશનલ

Weather Update : દેશના અનેક રાજ્યોમાં ઠંડીની શરૂઆત, દક્ષિણના રાજ્યોમાં વરસાદની આગાહી

નવી દિલ્હી : દેશભરમાં ઘીરે ધીરે હવામાન(Weather Update)બદલાઇ રહ્યું છે જેમાં અનેક રાજ્યોમાં ઠંડીની શરૂઆત થઇ છે. જેમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં હિમાચલ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની આગાહી કરી છે. જ્યારે તેના પગલે પંજાબ અને હરિયાણામાં ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે. જો કે ઉત્તર ભારતમાં શરૂ થયેલી હિમવર્ષાએ સમગ્ર દેશના વાતાવરણમાં બદલાવ લાવી દીધો છે. તેમજ મોટાભાગના રાજ્યોમાં ઠંડીની શરૂઆત થઈ છે.

દિલ્હી સહિત સમગ્ર દેશમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ઠંડીએ દસ્તક આપી છે. જ્યારે દક્ષિણ ભારતમાં વરસાદની ઋતુ ચાલુ છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ધુમ્મસ અને વરસાદની આગાહી કરી છે.


Also read:Gujarat માં ઠંડીનું પ્રમાણ વધ્યું, નલિયામાં પ્રથમવાર 13 ડિગ્રી તાપમાન નોંધાયુંAlso read:


ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું

ગુજરાતમાં હવે સવાર અને રાત્રીનું તાપમાન ઘટી રહ્યું છે. જેથી સવારે અને રાત્રે તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે તાજેતરમાં રાજયમાં ઠંડી વધવાની આગાહી કરી હતી. જે મુજબ હવે તાપમાનનો પારો ગગડવા લાગ્યો છે. ત્યારે ગઈકાલે ચાલુ શિયાળુ સિઝનમાં સૌપ્રથમવાર નલિયા સહિત અનેક સ્થળોએ સવારમા બે થી ત્રણ ડિગ્રી તાપમાન ગગડતા તીવ્ર ઠંડી અનુભવાઈ હતી.

દિલ્હીમાં ઠંડી વધશે

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. રાજધાનીમાં ઠંડી વધી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે, જે સામાન્ય કરતાં 3 ડિગ્રી ઓછું છે. સવારે અને સાંજે હળવા ધુમ્મસની શક્યતા છે. એનસીઆર વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ રહેશે.

માઉન્ટ આબુમાં 5.0 ડિગ્રી તાપમાન

રાજસ્થાનમાં ધીમે ધીમે ઠંડીએ જોર પકડ્યું છે. ફતેહપુરમાં ગઈકાલે રાત્રે લઘુત્તમ તાપમાન 6.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જયપુર સ્થિત હવામાન કેન્દ્ર અનુસાર, સીકરમાં 7.0 ડિગ્રી સેલ્સિયસ, માઉન્ટ આબુમાં 5.0 ડિગ્રી અને ચુરુમાં 8.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આગામી 24 કલાકમાં રાજસ્થાનના ઘણા ભાગોમાં ધુમ્મસની સંભાવના છે.


Also read: જમ્મુમાં પ્રસાશને કાશ્મીરી પંડિતોની દુકાનો તોડી પડતા રાજકારણ ગરમાયું


દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું એલર્ટ

તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ તમિલનાડુ અને કેરળના ઘણા વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય નિકોબાર ટાપુઓમાં પણ વરસાદની સંભાવના છે. પૂર્વોત્તર ભારતના મણિપુર અને મેઘાલયમાં કરા પડવાની અને આસામ, મેઘાલય, નાગાલેન્ડમાં વાવાઝોડાની શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button