ઈઝરાયલમાં વડોદરાના ૨૫૦થી વધુ લોકો ફસાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ છેડાઇ ગયું છે. આ યુદ્ધમાં વડોદરાના ૨૫૦ કરતા વધુ લોકો અટવાયા છે. અટવાયેલાઓમાં મોટાભાગની મહિલાઓ છે. આ મહિલાઓ નર્સિંગના વ્યવસાય સાથે સંકળાયેલી છે, જે ઈઝરાયેલની હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરતી હતી. બીજી બાજુ, યુદ્ધની સ્થિતિથી પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા છે.
યુદ્ધાના લીધા આ વખતે સ્થિતિ વધુ ભયંકર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે મૂળ પેટલાદના મીનાક્ષીબેન મેકવાને વીડિયો મોકલ્યો હતો. મીનાક્ષીબેન મેકવાને ત્યાંની સ્થિતિનો ચિતાર આપ્યો હતો. મીનાક્ષીબેને જણાવ્યું હતું કે, હુમલાખોરોએ ઈઝરાયેલમાં ૭૦૦ લોકોની હત્યા કરી છે. ઘરના દરવાજા ખોલાવવા બાળકોનો ઉપયોગ કરે છે.
હુમલાખોરો બાળકો પાસે દરવાજો ખખડાવે છે. દરવાજો ખોલતા અંધાધૂંધ ગોળીબાર કરે છે. હથિયાર, ગાડીઓ સાથે હુમલાખોરો ઘૂસ્યા છે. ઘરથી બિનજરૂરી બહાર ન નીકળવા અમને સૂચના છે. શુક્રવારે રજા હતી, ત્યારે અંદાજો પણ નહોતો કે હુમલો થશે. રજાના દિવસે જ મોટો હુમલો થયો હતો. હુમલા બાદ સવારે ૬ વાગ્યે સાયરન વાગ્યું હતું. વૃદ્ધ દાદા-દાદીને સંભાળીને અન્યત્ર ખસેડ્યાં હતાં. જ્યારે ઈમરજન્સીની સ્થિતિમાં એક રૂમ ફાળવીએ છીએ. ૧૦ સેક્ધડમાં જ અમે દાદા-દાદી સાથે રૂમમાં શિફ્ટ થયાં હતાં. પોતાને સંભાળીએ કે, કામ કરીએ? આવી હતી સ્થિતિ છે.