Gujarat માં ઠંડીનું પ્રમાણ વધ્યું, નલિયામાં પ્રથમવાર 13 ડિગ્રી તાપમાન નોંધાયું
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)હવે સવાર અને રાત્રીનું તાપમાન ઘટી રહ્યું છે. જેથી સવારે અને રાત્રે તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે તાજેતરમાં રાજયમાં ઠંડી વધવાની આગાહી કરી હતી. જે મુજબ હવે તાપમાનનો પારો ગગડવા લાગ્યો છે. ત્યારે ગઈકાલે ચાલુ શિયાળુ સિઝનમાં સૌપ્રથમવાર નલિયા સહિત અનેક સ્થળોએ સવારમા બે થી ત્રણ ડિગ્રી તાપમાન ગગડતા તીવ્ર ઠંડી અનુભવાઈ હતી.
તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો
હવામાન વિભાગ અનુસાર ગુરૂવારના રોજ ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડી નલિયામાં 13 ડિગ્રી નોંધાઇ હતી. આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ સવારે સૌપ્રથમ વાર 17 ડિગ્રી લઘુતમ તાપમાન થઈ જતા તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જયારે વડોદરા લધુત્તમ તાપમાન 15 ડિગ્રી ઠંડી નોંધાયું હતું.
અમદાવાદમાં લધુત્તમ તાપમાન 17 ડિગ્રી
ગુરૂવારે સવારે ડિસા ખાતે 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. આ ઉપરાંત અમદાવાદમાં પણ ચાલુ શિયાળુ સિઝનની સૌપ્રથમ વાર 17 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. તેમજ અમરેલીમાં 18 ડિગ્રી, ભાવનગરમાં 18, ભુજમાં 17 ડિગ્રી, અને દમણ ખાતે 19 ડિગ્રી, દિવમાં 19 ડિગ્રી, તથા દ્વારકામાં 21 ડિગ્રી, અને ગાંધીનગરમાં 18 ડિગ્રી, કંડલામાં 19 ડિગ્રી, ઓખામાં 24 ડિગ્રી, પોરબંદરમાં 17 ડિગ્રી, સુરતમાં 21 અને વેરાવળ ખાતે 20 ડિગ્રી, લઘુત્તમ તાપમાન ર્નોધાયું હતું.
Also Read – સરકારનો મોટો નિર્ણયઃ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે મળશે નર્મદાનું પાણી
આ ઉપરાંત, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જવાની છે. આગામી બે દિવસમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકશે. જેના કારણે કડકડતી ઠંડી પડવાના અણસાર છે.