નવી ઈનિંગઃ ગુજરાતના રાજકીય અખાડામાં શંકરસિંહ વાઘેલાની ‘ભાલા’ સાથે થશે એન્ટ્રી…
વાઘેલાની નવી પાર્ટીને ચૂંટણી પંચે ફાળવ્યું 'ભાલા'નું ચિહ્ન
Gujarat Politics: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ (shankarsinh Vaghela) ફરી રાજકીય ઈનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. 22મી ડિસેમ્બરે તેઓ નવી પાર્ટીની રચના કરશે. નવી પાર્ટીનું નામ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી રાખ્યું હતું. રાજ્ય ચૂંટણી આયોગના આદેશથી શંકરસિંહ વાઘેલાની પ્રજાશકિત ડેમોક્રેટિક પાર્ટીને ચૂંટણી ચિહ્ન ભાલો ફાળવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાએ 2017માં જન વિકલ્પ મોરચાની સ્થાપના કરી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં જંત્રી માટે મુસદ્દો જાહેર: આ તારીખ સુધી વાંધા-સૂચનો રજૂ કરવાની તક…
થોડા સમય પહેલા અમિત શાહ સાથે કરી હતી મુલાકાત
થોડા સમય પહેલાં ગાંધીનગર ખાતે આવેલા સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મીટિંગ યોજાઈ હતી. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલની ચર્ચાઓ શરૂ થઈ હતી. મુલાકાતને લઈને શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ‘આ માત્ર એક શિષ્ટાચાર મુકાલાત હતી, અમે સાથે મળીને ચા-પાણી કર્યા અને ઘણી વાતો કરી હતી.
1996 માં ભાજપમાંથી અલગ થયા બાદ શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી હતી, બાદમાં તેનું કૉંગ્રેસમાં વિલિનીકરણ કરી દીધું હતું. કૉંગ્રેસથી અલગ થયા બાદ તેઓ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ‘જનવિકલ્પ’ સાથે જોડાયા હતા. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં વાઘેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. ફેબ્રુઆરી-2021માં ગુજરાતમાં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી પહેલાં તેમણે કૉંગ્રેસમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : Gujarat: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોવા જશે, ટેક્સ ફ્રીની થઈ શકે છે જાહેરાત
રાજનીતિક જીવનમાં લગભગ ગોલ્ડન જયુબિલી પસાર કરી ચૂકેલા ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રિય મંત્રી શંકરસિંહ લક્ષ્મણ સિંહ વાઘેલાની રાજનીતિક જિજીવિષા હજુ ખતમ થતી નથી દેખાતી.