ઈકોનોમિક્સનું નોબેલ પ્રાઈઝ હાર્વર્ડ પ્રોફેસર કલાઉડિયા ગોલ્ડિનને મળ્યું
સ્ટોકહોમ: હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર કલાઉડિયા ગોલ્ડિનને ઈકોનોમિક્સ નોબેલ પ્રાઈઝ આપવાનો નિર્ણય સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. રોયલ સ્વિડિશ અકાડેમી ઑફ સાયન્સિસના સેકેટરી-જનરલ હાંસ એલેગ્રેને જાહેર કર્યું હતું. અવોર્ડ મળ્યાનું જાહેર થયું પછી ૭૭ વર્ષીય પ્રોફેસર ગોલ્ડિને કહ્યું કે “મને આશ્ર્ચર્ય થયું છે અને મને ઘણી ખુશી થઈ છે.
ગત સપ્તાહમાં મેડિસિન, ફિઝિકસ, કેમિસ્ટ્રી, સાહિત્ય અને શાંતિ માટેના નોબેલ પુરસ્કાર વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ઈકોનોમિક સાયન્સસ અવોર્ડના નિર્ણય કરવા માટેની કમિટીની અધ્યક્ષ જેકોબ સ્વેનસને કહ્યું કે “લેબર માર્કેટમાં મહિલાની ભૂમિકા સમજવાનું સમાજ માટે મહત્ત્વનું છે. કલાઉડિયા ગોલ્ડિનના સંશોધનના પગલે જોબ માર્કેટમાં મહિલાની ભૂમિકા સાથે સંકળાયેલા પરિબળો અને અવરોધોની સમજ વિકસી છે. પુરુષની સરખામણીમાં જોબ માર્કેટમાં મહિલાની સંખ્યા ઓછી છે તેના કારણો તેમણે સમજાવ્યા છે જે નીતિ નિર્ધારણમાં ઉપયોગી નીવડશે. ૯૨ ઈકોનોમિક્સ અવોર્ડ વિજતાઓમાંથી આ અગાઉ ફક્ત બે મહિલાને આ સન્માન મળ્યું છે. વર્ષ ૨૦૦૯માં એલિનોટ ઓસ્ટ્રોમ અને વર્ષ ૨૦૧૯માં ઈસ્ટર ડકલોને નોબેલ ઈકોનોમિક્સ અવોર્ડ આપવામાં આવ્યો હતો. ઉ