Amitabh Bachchan એ પોલીસને કેમ કહ્યું પ્લીઝ મને હથકડી ના પહેરાવતા…
બોલીવૂડના શહેનશાહ, સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંનેને કારણે લાઈમલાઈટમાં આવે છે. દીકરા અભિષેક બચ્ચન અને વહુ ઐશ્વર્યા રાય-બચ્ચનના લગ્નજીવનમાં પડેલાં ભંગાણને કારણે તો દરરોજ બચ્ચન પરિવાર ચર્ચામાં રહે જ છે. આ સિવાય બિગ બી પોતાના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિને કારણે પણ તેઓ ચર્ચામાં રહે છે. દરમિયાન હાલમાં કેબીસીના સેટ પર મહિલા પોલીસને જોઈને બિગ બી ગભરાઈ હતા અને એટલું જ નહીં પણ તેમણે આ મહિલા પોલીસને પોતાની ધરપકડ નહીં કરવાની અપીલ પણ કરે છે. આવો જોઈએ આખરે શું છે મામલો-
આ પણ વાંચો : બચ્ચન પરિવાર સહીત આ બોલિવૂડ સ્ટાર્સે મતદાનની ફરજ ના નિભાવી
અમિતાભ બચ્ચનની કેબીસીના એક જૂના એપિસોડમાં શોભા નામની સ્પર્ધક ફાસ્ટર ફિંગર ફર્સ્ટમાં જિતીને હોટ સીટ સુધી પહોંચે છે અને તે ઈમોશનલ થઈ જાય છે. દરમિયાન બિગ બી સ્ત્રી દાક્ષિણ્ય દાખવીને તેમને આંસુ લૂછવા માટે ટીશ્યૂ પેપર આપે છે અને પાણી પીવડાવે છે. પરંતુ જેવું એમને ખબર પડે છે કે શોભા એક પોલીસ કર્મચારી છે તો બિગ બી ડરી જાય છે અને તેમણે શોભાને કંઈક એવું કહ્યું કે જે સાંભળીને શોભા સહિતની ઓડિયન્સ ખડખડાટ હસી પડે છે.
બિગ બીએ શોભાને કહ્યું કે તમે શું કરો છો, જેના જવાબમાં શોભા કહે છે તેઓ પોલીસમાં છે. આ વાત સાંભળીને તરત જ બિગ બીના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે અને તેઓ કહે છે કે પહેલાં તો હું તમારાથી પ્રભાવિત થઈ ગયો હતો અને પણ જેવું તમે કીધું કે તમે પોલીસમાં છો એ સાંભળીને હવે હું ડરી ગયો છું. આ સાંભળીને ઉપસ્થિત તમામ દર્શકો હસી પડે છે.
આગળ શોભા સાથે વાત કરતા જણાવે છે કે મારાથી કોઈ ભૂલ થઈ જાય તો પ્લીઝ મને જણાવી દેજો. મને પોલીસથી ડર લાગે છે. યુનિફોર્મ પહેરીને ક્યાંક વઢ કે હાથકડી ના પહેરાવી દેતા. જો તમને કંઈ પણ ખટકે તો પ્લીઝ ટોકી દેજો અમે સાંભળવા માટે તૈયાર છીએ.
આ પણ વાંચો : Bachchan Family સાથેના મતભેદ વચ્ચે Aishwarya-Rai-Bachchanએ કહ્યું કોઈ બીજું મારું ફ્યુચર..
બિગ બી શોભાને પૂછ્યું કે સાંભળ્યું છે કે પ્રયાગરાજનો વિકાસ થઈ રહ્યો છે. સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બની રહ્યું છે, રસ્તાઓ બની રહ્યા છે. ટુંકમાં પ્રયાગ રાજનો વિકાસ થઈ રહ્યો છે. આ સાંભળીને શોભાએ કહ્યું કે હા હકીકતમાં પ્રયાગરાજનો વિકાસ થઈ રહ્યો છે. ત્યાર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બની રહ્યું છે. આ સાંભળીને બિગ બીએ કહ્યું કે હું ત્યાં આવીશ ત્યારે ક્રિકેટ ચોક્કસ રમીશ.