મનોરંજન

સાઉથના સ્ટાર વિજય દેવરકોંડાએ કહ્યું લગ્ન કરવા છે પણ…

સાઉથના જાણીતા કલાકારોમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા વચ્ચે મજબૂત બોન્ડિંગ સાથે એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી હકીકતમાં બહાર આવી નથી. તાજેતરમાં વિજય દેવરકોંડાએ લગ્ન અંગે મનની વાત કરીને સૌને ચોંકાવ્યા છે.

પુષ્પા ફેમ રશ્મિકા મંદન્ના સાથે રિલેશનશિપમાં હોવાની વાતને લઈ ચર્ચામાં રહે છે. બંને કલાકારોની ડેટિંગથી લઈને સગાઈ સુધીની વાતોને કારણે બંને હેડલાઇન્સમાં રહે છે, પરંતુ બંનેએ ક્યારેય દિલ ખોલીને વાત કરી નથી. જોકે, તેમના ચાહકો તેમની ઓન-સ્ક્રીન અને રિયલ લાઈફ કેમેસ્ટ્રીને પસંદ કરે છે. વિજય દેવરકોંડાએ પહેલીવાર પ્રેમ, લગ્ન અને જીવનસાથી વિશે વાત કરી હતી. ઈન્ટરવ્યૂમાં શું વાત કરી હતી એ જાણીએ.

આ પણ વાંચો: કિતને પાસ પાસ, કિતને દૂર-દૂરઃ આ લવબર્ડઝે એકબીજાથી દૂર આ રીતે ઉજવી દિવાળી…

વિજય દેવેરકોંડાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં તે કોઈની સાથે રિલેશનમાં છે તેમ જ સિંગલ હોવા અંગે પૂછ્યું હતું. આ સવાલ સાંભળીને વિજય દેવરકોંડાએ આશ્ચર્યમાં પડી ગયો હતો. જવાબમાં વિજયે કહ્યું કે તે ૩૫ વર્ષનો છે અને હવે સિંગલ નથી. પછી ઈન્ટરવ્યૂ લેનારે પૂછ્યું હતું કે શું તેને લગ્ન કરવાની ઉતાવળ છે?

લગ્નના પ્લાન વિશે જણાવતા તેણે મજાકમાં કહ્યું હતું કે હાલમાં મારી ઉંમર ૩૫ વર્ષ છે, તમને લાગે છે કે હું સિંગલ રહીશ?’ વિજય દેવેરકોંડાએ આગળ કહ્યું હતું કે ‘હું ડેટ્સ પર નથી જતો. હું લાંબા સમય સુધી ઓળખ્યા પછી જ કોઈની સાથે મિત્રતા કરું છું અને તેની સાથે ક્યાંક બહાર જાઉં છું.’

આ પણ વાંચો: Rashmika Mandanaએ જણાવ્યો એનો Valentines Day Plan….

લગ્ન વિશે વાત કરતા વિજય દેવરકોંડાએ કહ્યું હતું કે આ નિર્ણય મહિલાઓ માટે ઘણો મુશ્કેલ છે. તેણે કહ્યું, ‘લગ્ન કોઈની કારકિર્દી માટે અવરોધરુપ બનવા જોઈએ નહીં. મહિલાઓ માટે લગ્ન કરવાનું નક્કી કરવું વધુ મુશ્કેલ હોય છે. તેમાંય વળી તે કયા વ્યવસાયમાં છે તેના પર પણ વધુ મદાર રાખે છે. હા, મારે લગ્ન કરવા છે, પણ મારા જીવનસાથીની સંમતિ પણ જરૂરી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો વિજયની આગામી ફિલ્મ ‘જર્સી’ ફેમ ગૌતમ તિન્નાનુરી સાથે હશે, જેનું નામ વીડી૧૨ છે. રવિ કિરણ કોલા દ્વારા નિર્દેશિત ‘વીડી૧૨’માં વિજય એક્શનથી ભરપૂર એક ડિટેક્ટીવની ભૂમિકામાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button