આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં દસમા-બારમાની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેરઃ આ વખતે વહેલી પરીક્ષા યોજાશે

મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (MSSHSEB) તરફથી લેવામાં આવનારી બારમા (HSC) અને દસમા (SSC)ની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે.

બારમાની લેખિત પરીક્ષા ૧૧મી ફેબ્રુઆરીથી ૧૮મી માર્ચ, ૨૦૨૫ દરમિયાન જ્યારે દસમાની લેખિત પરીક્ષા ૨૧મી ફેબ્રુઆરીથી ૧૭મી માર્ચ, ૨૦૨૫ સુધી લેવામાં આવનાર છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે આઠથી દસ દિવસ પરીક્ષા વહેલી લેવાઇ રહી છે.

સ્ટેટ બોર્ડના સચિવ દેવિદાસ કુલ્હાળ દ્વારા ઉક્ત ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું હતું. સ્ટેટ બોર્ડના ટાઇમટેબલ પ્રમાણે બારમા ધોરણની પ્રેક્ટિકલ, વાઇવા (મૌખિક) પરીક્ષા ૨૪મી જાન્યુઆરીથી ૧૦મી ફેબ્રુઆરીથી ફેબ્રુઆરી સુધી તથા દસમાની પ્રેક્ટિકલ, વાઇલા સહિતની પરીક્ષાઓ ત્રીજીથી વીસમી ફેબ્રુઆરી સુધી લેવામાં આવશે.

વિષયો સહિતનું ચોક્કસ ટાઇમટેબલ આજે સ્ટેટ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાયું છે. આ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલું ટાઇમટેબલ ફક્ત માહિતી માટે હશે. કોલેજ-સ્કૂલોમાં લેખિતમાં મોકલવામાં આવનાર ટાઇમટેબલ જ ફાઇનલ હશે. તેના પ્રમાણે વિદ્યાર્થીઓએ પરીક્ષાની તારીખની ખાતરી કરવાની રહેશે.

આ પણ વાંચો : CBSE એ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો કરી જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષા…

પરીક્ષા કેમ વહેલી લેવામાં આવશે?
દર વર્ષે બારમાની પરીક્ષા ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં તથા દસમાની પરીક્ષા માર્ચના પ્રથમ અઠવાડિયામાં શરૂ થતી હોય છે. ત્યાર બાદ મે-જૂનમાં રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે. ત્યાર બાદ એડમિશનની પ્રક્રિયા શરૂ થતી હોય છે. આ સિવાય નિયમિત પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ફેરપરીક્ષા જુલાઇ-ઑગસ્ટમાં થતી હોય છે.

આ તમામ પ્રક્રિયામાં લાગતો સમય, વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે સમય મળવો, એડમિશન પ્રક્રિયા જલદીથી પૂર્ણ કરવા માટે સ્ટેટ બોર્ડ દ્વારા બારમા-દસમાની પરીક્ષા આઠથી દસ દિવસ જલદીથી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button