ઇન્ટરનેશનલસ્પેશિયલ ફિચર્સ

બોલો, દુનિયાના આ દેશમાં નથી એક પણ મચ્છર, નામ જાણીને ચોંકી ઉઠશો…

દુનિયામાં મચ્છરનો ઉપદ્રવ તો ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ જો તમને કોઈ કહે કે દુનિયામાં એક દેશ એવો પણ છે કે જ્યાં મચ્છરની વસતી બિલકુલ ઝીરો છે તો માનવામાં આવે ખરું? નહીં ને? પણ આ હકીકત છે અને બોસ આજે અમે તમને આવી જ એક જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે કે બિલકુલ મચ્છર ફ્રી છે.

તમે કોઈ પણ જગ્યાએ જાવ તમને ત્યાં મચ્છર તો ચોક્કસ મળશે પછી દુનિયાનો કોઈ પણ દેશ કે જગ્યા કેમ ના હોય? સતત કાનમાં ગણગણ કરનારા આ મચ્છર તમારું લોહી પીવા તત્પર જ હોય છે. પરંતુ દુનિયામાં એક જગ્યા એવી પણ છે કે જ્યાં તમને આ મચ્છરના ત્રાસમાંથી મુક્તિ મળી શકે એમ છે. અહીંના લોકો મચ્છરની ચિંતા કર્યા વિના આરામથી રાતે ઊંઘે છે. આવો જોઈએ આખરે કયો છે આ દેશ-

મચ્છરોના ત્રાસથી મુક્ત એવા આ દેશનું નામ છે આઈસલેન્ડ. આ દેશ બરફ અને આગ માટે જાણીતું છે અને આ દેશ દુનિયાની એ છેલ્લી જગ્યા છે જ્યાં માણસોએ રહેવાનું શરૂ કર્યું છે. આઈસલેન્ડની શોધ આશરે 1100 વર્ષ પહેલાં નોર્વેના વાઈકિંગ્સ લોકોએ કરી હતી. આ ધરતીની સૌથી નવી વસેલી જગ્યા તરીકે પણ ઓળખાય છે.

આ પણ વાંચો : શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોય કડક પગલાં ભરવા બાબત કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું હતું

આઈસલેન્ડ જ એક એવો દેશ છે જેને મચ્છરોથી મુક્ત માનવામાં આવે છે અને આવો દાવો અમે નહીં પણ વૈજ્ઞાનિકો દ્વારા કરાઈ રહ્યો છે. તેમણે આ પાછળના કારણો પણ શોધ્યા છે. આ જગ્યા પર હંમેશા બરફ જામે અને પીગળે છે આ જ કારણે મચ્છરોની ઉત્પતિ માટે પરિસ્થિતિ અસ્થિર બની જાય છે અને તેમની ઉત્પતિ થતી અટકે છે.

આ ઉપરાંત આઈસલેન્ડના પાણી અને માટીની રાસાયણિત સંરચના મચ્છરોના પ્રજનન માટે ઉપયુક્ત નથી. અહીં બરફની સાથે સાથે જ્વાળામુખી પણ ફાટતા રહે છે જેને કારણે અહીં ગરમ પાણીના અનેક ઝરણાં જોવા મળે છે. આ તમામ કારણો સિવાય આઈસલેન્ડનું સમુદ્રી જળવાયુ પણ મચ્છરને દૂર રાખે છે. મચ્છરોને ભીનું, આર્દ્ર વાતાવરણ પસંદ હોય છે. પરંતુ તેઓ ઠંડા વાતાવરણમાં પણ જીવંત રહી શકે છે. પરંતુ અહીંની પાણી અને માટીની સંરચના બરફના તોફાન અને જળવાયુમાં કેટલાક એવા પરિબળો જોવા મળે છે કે જે મચ્છરની ઉત્પતિને રોકે છે અને આ જ કારણે આઈસલેન્ડને મચ્છરમુક્ત દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button