પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌરશરદૠતુ),
મંગળવાર, તા. ૧૦-૧૦-૨૦૨૩, ઈન્દિરા એકાદશી, મઘા શ્રાદ્ધ

  • ભારતીય દિનાંક ૧૮, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
  • વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૧૧
  • જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૧
  • પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
  • પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
  • પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
  • મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
  • મીસરી રોજ ૨૬મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
  • નક્ષત્ર મઘા, ચંદ્ર સિંહમાં
  • ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
  • સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૫ સ્ટા.ટા.,
  • સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૮ સ્ટા. ટા,
  • મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
  • ભરતી : સવારે ક. ૦૯-૩૯, રાત્રે ક. ૨૨-૦૨
  • ઓટ: બપોરે ક. ૧૫-૫૭, મધ્યરાત્રે ક. ૦૩-૪૦ (તા. ૧૧)
  • વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – એકાદશી. ઈન્દિરા એકાદશી (કલાકંદ), મઘા શ્રાદ્ધ. સૂર્ય મહાનક્ષત્ર હસ્ત વાહન દેડકો.
  • મુહૂર્ત વિશેષ: એકાદશી વ્રત ઉપવાસ, મઘા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, બી વાવવું, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ગણેશ પૂજા, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, વડનું પૂજન, પિતૃપૂજન,
    શ્રાદ્ધ પર્વ: શ્રાદ્ધ પર્વમાં મઘા શ્રાદ્ધનું મહત્ત્વ અધિક છે. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક અનુસરવામાં આવતું કર્મકાંડ. જે કર્મ, ધર્મને અનુલક્ષીને છે તેમાં શ્રદ્ધાનો ભાવ દાખવવો આવશ્યક છે. બ્રાહ્મણ શ્રાદ્ધ સમજણપૂર્વક કરાવે છતાંય તર્ક અને બુદ્ધિ વધુ કામ કરે તો પ્રશ્ર્નો ઉપસ્થિત થાય. આ પ્રશ્ર્નોને મહત્ત્વ ન આપતા શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધવિધિમાં મન પરોવવું એ શ્રાદ્ધક્રિયાનો મહિમા છે. આજ રોજ વડનું પણ પૂજન અવશ્ય કરવું.
  • આચમન: ચંદ્ર-રાહુ ત્રિકોણ વ્યવસ્થાશક્તિમાં નિપુણ, શુક્ર-શનિ પ્રતિયુતિ પરિવારમાં અપયશનો ભય, ચંદ્ર-શનિ પ્રતિયુતિ નિરુત્સાહીપણુ, ચંદ્ર-શુક્ર યુતિ આર્થિક વ્યવહારમાં સાવચેતી જરૂરી.
  • ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ત્રિકોણ, શુક્ર-શનિ પ્રતિયુતિ, ચંદ્ર-શનિ પ્રતિયુતિ, ચંદ્ર-શુક્ર યુતિ
    ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-તુલા, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે