જૈન મરણ
ભાલક હાલ બોરીવલી સુમતિલાલ લહેરચંદ પટવા (ઉં. વ. ૮૩) તે તા. ૮-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઇંદિરાબેનના પતિ. ધર્મેશ તથા દેવેનના પિતા. પ્રીતિ તથા દીપાના સસરા. શ્રેયા, મુનીશ, જીનલ, હર્ષિલના દાદા. સ્વ. કાંતિલાલ, સ્વ. ઉત્તમલાલ, નીલાબેનના ભાઇ. સ્વ. જયસિંગભાઇ કાપડિયાના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૦-૧૦-૨૩ના મંગળવારના ૧૦થી ૧૨. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ડાયમંડ ટોકીઝની સામે, સ્ટેશન પાસે, એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ).
ઝાલાવાડ દશા શ્રીમાળી દેરાવાસી જૈન
રાણપુર (ચુડા) હાલ ઘાટકોપર તે સ્વ. ચંપાબેન હરજીવનદાસ વર્ધમાન શાહના પુત્ર રમેશચંદ્રના ધર્મપત્ની મંજુલાબેન (મીના) (ઉં.વ. ૮૭) તે સ્વ. વસંતલાલ, સ્વ. મનહરલાલ, સ્વ. શશીકાંત, સ્વ. ચંદ્રકાંત, સ્વ. ગુણવંતીબેન, સ્વ. મુકતાબેનના ભાભી. રાજેશના માતુશ્રી. રક્ષીતના દાદી. વંદનાના સાસુ. ધ્રાંગધ્રા નિવાસી સ્વ. તારાચંદ ઓઘડભાઈ શાહના દીકરી તા. ૭-૧૦-૨૩, શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બાલાસિનોર જૈન
બાલાસિનોર હાલ મુંબઈ હિતેષ શાહ (ઉં.વ. ૫૭) તા. ૫-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વસુમતીબેન નટવરલાલના પુત્ર. શ્રેયાના પતિ. અદિતિ, પ્રણતિના પિતા. સિદ્ધના સસરા. હેમા જયેશકુમાર ઓઝા, હિમાંશુના ભાઈ. સુધાબે, સ્વ. રાધાક્રિષ્ણના જમાઈ. પ્રાર્થના તા. ૧૦-૧૦-૨૩ના ૩ થી ૫ કે. સી. કોલેજ, ચર્ચગેટ.
કપડવંજ વિશા નિમા જૈન
કપડવંજ હાલ મુંબઇ ધનવંતલાલ વાડીલાલ જૈની (ઉં. વ. ૮૬) તે લતાબેનના પતિ. સ્વ. શરદભાઇ, ઉત્પલભાઇ અને મ. સા. સિદ્ધનંદિતા (સંસારી)પિતા. મ. સા. સિદ્ધ તિલકના (સંસારી) સસરા. સંગિતાબેન, રચનાબેનના સસરા. મ. સા. વૈભવતિલક (સંસારી) અને મ. સા. કૃતાથ તિલક (સંસારી) સ્તુતિ, વિરતી અને દ્રષ્ટિના દાદા. સ્વ. સોમચંદભાઇ હરજીવનદાસ શાહના જમાઇ. તેમની ભાવયાત્રા તા. ૧૦-૧૦-૨૩ના ૯-૩૦ કલાકે રાખેલ છે. ઠે. પારેખ હોલ, જિતેન્દ્ર ક્રોસ રોડ, મલાડ (ઇસ્ટ).
ઝાલાવાડ વિશા શ્રીમાળી જૈન
સુરેન્દ્રનગર હાલ મુંબઇ સ્વ. મુકતાબેન ચીમનલાલ દેસાઇના સુપુત્રી રમીલાબેન (ઉં વ. ૭૫) તે સ્વ. પુષ્પાબેન કાંતિલાલ દેસાઇના નણંદ. સ્વ. હસમુખભાઇ, સ્વ. ભૂપેન્દ્રભાઇ, સ્વ. દિપકભાઇ, સ્વ. જયોત્સનાબેન ધીરજલાલ શાહ, નયનાબેન, મહેન્દ્રકુમાર વોરા, રંજનબેન દિલીપકુમાર પરીખ, સ્વ. ભાવનાબેન સૂર્યકાન્ત શાહના બેન. પ્રતિભાબેન પ્રદીપકુમાર સલોત, માધવી નરેશકુમાર શાહ, કમલેશ-દીપીકા, જયેશ-બીના, કવિશ, પ્રથમ, પૂર્વિશના ફૈબા, સ્વ.મણીલાલ કસ્તુરચંદ શાહના ભાણેજ. રવિવાર, તા. ૮-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. ઠે. બી-૩૦૪, લૂઇસ પેલેસ, શંકરલેન, મલાડ (પશ્ર્ચિમ), સાદડી, લૌકિક વ્યવહાર, પ્રાર્થનાસભા સદંતર બંધ રાખેલ છે.
પાટણ જૈન
ખેતરપાળનો પાડો જીતેન્દ્ર રસિકલાલ શાહ (ઉં. વ. ૭૯) તે હર્ષદાબેનના પતિ. સ્વ. સુભદ્રાબેન રસિકલાલના પુત્ર. સ્વ. ચંદ્રાવતી ચંપકલાલના જમાઈ. મંજરી -દેવાંગ, શીતલ, ધનિશ પૂર્વીના પિતા. સ્વ. રમેશભાઈ, પુષ્પાબેન, સ્વ. ઇન્દીરાબેન, હંસાબેન તથા કૈલાશબેનના ભાઈ ૮/૧૦/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ઉનડોઠ હાલે ડુમરાના કસ્તુરબેન કલ્યાણજી છેડા (ઉં. વ. ૮૨) તા. ૬-૧૦-૨૩ના દેશમાં અરિહંતશરણ પામેલ છે. દેવકામા નાગજી રવજીના પુત્રવધૂ. કલ્યાણજીના ધર્મપત્ની. ભોજાયના પાનબાઇ માવજી દેવશીના દીકરી. ગોધરાના મોંઘીબેન દામજી પ્રેમજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કસ્તુરબેન છેડા, ૬૦૧, શિવકૃપા, રાણીસતી માર્ગ, ધનજીવાડી, મલાડ (ઇ.), મું. ૭૪.
મોટી ખાખરના હિતેન વસનજી ગંગર (ઉં. વ. ૫૮) તા. ૬-૧૦-૨૩ ના ભૂતાન મધ્યે અવસાન પામેલ છે. દમયંતીબેન વસનજીના પુત્ર. જ્યોતિના પતિ. ભવ્યના પિતાશ્રી. હેમા, બીના, દિપકના ભાઇ. દલતુંગી કાંતાબેન વેરશી લોડાયાના જમાઇ. પ્રાર્થના : ધ પેલેસ બેંકવેટ, ૧લે માળે, રોયલ હોલ વિકાસ સેન્ટર, એન.એસ. રોડ, મુલુંડ (વે), મું. ૮૦. ટા.૩થી ૪.૩૦.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
પાળીયાદ, (ભદ્રાવાળી) હાલ ભાડુંપ, સ્વ. મંજુલાબેન નગીનદાસ શાહના સુપુત્ર ભુપેન્દ્રભાઈ નગીનદાસ શાહ (ઉ.વ.૬૧), શનિવાર તા. ૭-૧૦-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે મીનાબેનના પતિ, તે મેઘના નિશિતકુમાર દોશી અને તન્વી રોહનકુમાર ધરોડના પપ્પા, ભાવેશભાઈ, ચેતનભાઈ અને જયશ્રીબેન કમલેશકુમારના ભાઈ, તે ખારાધોડા નિવાસી સ્વ. મધુબેન મનસુખલાલ શાહના જમાઈ, તે કિશોરભાઈ, ભાવેશભાઈ, લતાબેન મનોજકુમાર, વીણાબેન દિપકકુમારના બનેવી, પ્રાર્થનાસભા અને લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.