મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Malaika Arora થી છૂટા પડતાં જ Arjun Kapoor એ કર્યું આ કામ, ખૂબ જ ખાસ છે એનો અર્થ…

બોલીવૂડના મોસ્ટ ક્યુટ અને લવેબલ લવબર્ડ્સ ગણાતા મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor)નું બ્રેકઅપ થઈ ગયું છે. ખુદ અર્જુને ફિલ્મ સિંઘમ અગેનના પ્રમોશન વખતે પોતાનું રિલેશનશિપ સ્ટેટસ સિંગલ જણાવ્યું હતું. દર્શકો અર્જુન કપૂરની એક્ટિંગના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. સિલ્વર સ્ક્રીન પર તો આ ફિલ્મ અર્જુનનું દમદાર કમબેક ગણાઈ રહ્યું છે. અર્જુન હાલમાં ફિલ્મની સક્સેસનો સ્વાદ માણી રહ્યો છે, પરંતુ એની સાથે સાથે જ તેણે દર્શકો સાથે કંઈક ખાસ વાત શેર કરી છે. જેની ચર્ચામાં સોશિયલ મીડિયા પર થઈ રહી છે. આવો જોઈએ શું ખાસ વાત છે એ-
અર્જુન કપૂરે હાલમાં જ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં અર્જુનના નવા ટેટુની એક ઝલક જોવા મળી રહી છે. અર્જુનનું આ નવું ટેટુ ખૂબ જ ખાસ છે અને તેનું કનેક્શન અર્જુનના લાઈફના સૌથી સ્પેશિયલ વ્યક્તિ સાથે જોડાયેલું છે. અર્જુને કરાવેલા ટેટુમાં બે શબ્દ લખાવ્યા છે રબ રાખા… આનું કનેક્શન અર્જુન કપૂરની કોઈ ગર્લફ્રેન્ડ નહીં પણ ફર્સ્ટ લવ ઓફ લાઈફ તેની મમ્મી મોના શૌરી કપૂર સાથે છે. આ ટેટુ અર્જુને તેની મમ્મી ડેડિકેટ કર્યું છે.

આ પણ વાંચો : તસવીરેં બોલતી હૈઃ ઐશ્વર્યા રાયે આરાધ્યાના બર્થ ડે પિક્સ શેર કર્યા ને…

અર્જુને 21મી નવેમ્બરના કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાંથી કેટલાક ફોટોમાં તે ટેટુ કરાવતો જોવા મળી રહ્યો છે. અર્જુને આ ટેટુ હિંદીમાં કરાવ્યું છે અને તેનું કનેક્શન તેની મમ્મી સાથે છે. ફોટોની કેપ્શનમાં તેણે આ ટેટુના મહત્ત્વ અને તેની સાથેના ખાસ કનેક્શન વિશે પણ વાત કરી છે.

પોસ્ટમાં લખ્યું છે કે ભગવાન તમારી સાથે છે. મારી મમ્મીએ હંમેશા આ જ કહેતી સારા કે ખરાબ સમયમાં. આજે પણ એવું લાગે છે કે તે મારી સાથે અને મારું માર્ગદર્શન કરી રહી છે. મેં ફિલ્મ સિંઘમ અગેનની રિલીઝની પૂર્વ સંધ્યાએ આ ટેટુ બનાવડાવ્યું હતું અને હવે હું આ નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે કે તે મારી સાથે છે અને મને યાદ અપાવી રહી છે કે બ્રહ્માંડની એક યોજના છે. મને વિશ્વાસ કરવાનું શિખડાવવા માટે મમ્મીનો આભાર… રબ રાખા હંમેશા…

આ પણ વાંચો : આ બોલીવૂડ એક્ટર પર કર્યો પૈસા વરસાદ, ચાલુ કોન્સર્ટ રોકીને કહ્યું હું શું…

અર્જુનની આ પોસ્ટ પર ફેન્સ અને સેલેબ્સ કમેન્ટ કરી રહ્યા છે. બોલીવૂડ એક્ટ્રેસ અને તેની કો-સ્ટાર પરિણીતી ચોપ્રાએ પિંક હાર્ટવાળા ઈમોજી શેર કર્યા છે જ્યારે બીજા એક ફેને આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે મેં અત્યાર સુધીનું સૌથી સારું ટેટુ જોયું. બીજા એક યુઝરે લખ્યું હતું કે એક રેખા કે જેણે ડરને વિશ્વાસમાં પરિવર્તિત કરી દીધી… એને હંમેશા પ્રેમ કરો….
અત્રે ઉલ્લેખનીય છે કે અર્જુન અને મલાઈકાનું બ્રેકઅપ થઈ ગયું છે, જેને કારણે ચાહકો નિરાશ થયા છે. પરંતુ થોડાક સમય પહેલાં મલાઈકાના પિતાનું નિધન થયું હતું એ સમયે પણ અર્જુન મલાઈકાને સધિયારો આપવા માટે સતત તેની સાથે ઊભો રહ્યો હતો, જે તે એક સારો વ્યક્તિ છે એનું પ્રમાણ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button