Bachchan Family સાથેના મતભેદ વચ્ચે Aishwarya-Rai-Bachchanએ કહ્યું કોઈ બીજું મારું ફ્યુચર..
હાલમાં બચ્ચન પરિવાર ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સની ચર્ચાને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. જ્યારથી ઐશ્વર્યા બચ્ચન પરિવારની બહુ બની છે ત્યારથી જ તે ફિલ્મોથી દૂર છે અને ફિલ્મો કરે છે તો પણ તેમાં અમુક ચોક્કસ મર્યાદાઓ સાથે કરે છે. આ બધા વચ્ચે હાલમાં ઐશ્વર્યાએ કરેલી ફિલ્મ ધૂમ-2ના એક સીનની ચર્ચા ચાલી રહી છે અને એક્ટ્રેસે ખુદ ઈન્ટિમેટ અને કિસિંગ સીનને લઈને રિએક્શન આપ્યું છે અને એ પણ અનેક વખત. આવો જોઈએ શું કહ્યું ઐશ્વર્યાએ- ઐશ્વર્યા રાય-બચ્ચને ખુદ એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારું ફ્યુચર કોઈ બીજું નહીં નક્કી કરે. એક બ્રાન્ડની સ્ક્રીપ્ટમાં કિસ હતું અને મેં એ એ છોડી દીધી હતી. ફિલ્મ શૂ્દમાં પણ મેં કોઈ કિસિંગ સીન નહોતો કર્યો.
Also read: તસવીરેં બોલતી હૈઃ ઐશ્વર્યા રાયે આરાધ્યાના બર્થ ડે પિક્સ શેર કર્યા ને…Also read:
આ પિલ્મમાં એક ઈન્ટિમેટ સીન હતો અને એને અમે લોકોએ જરા અલગ રીતે શૂટ કર્યો હતો. હું કોઈ પણ ટચ વિના ઈન્ટિમેટ સીન આપવા માટે તૈયાર હતી. મને ખબર હતી કે મારા એક કિસિંગ સીનની કેટલી ચર્ચા થશે. હું એક આઝાદ એક્ટ્રેસ છું. પરંતુ એનો અર્થ એવો નથી કે હું મારી શરમ-લાજ નેવે મૂકી દઉં. ફિલ્મ ધૂમ-2માં આખરે તેણે રીતિક રોશન સાથે કિસિંગ સીન કેમ આપ્યો એવો સવાલ પૂછવામાં આવ્યો તો એક્ટ્રેસે જણાવ્યું હતું એ ફિલ્મ વખતે કિસિંગ સીન સામાન્ય થઈ ગયા હતા અને એ સીનને પણ બદલાતા સમયના હિસાબે શૂટ કરવામાં આવ્યું હતું.
જ્યારે એ સીન શૂટ થયું હતું ત્યારે એ એક રોમેન્ટિક સીન નહોતો અને એમાં ડાયલોગ પણ હતા. એવું નહોતું કે બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું હતું અને અમે લોકો માત્ર કિસ કરી રહ્યા હોઈએ.અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યાએ ફિલ્મ ધૂમ-ટુમાં કિસિંગ સીન આપ્યો હતો અને એ સીનની ખાસી ચર્ચા થઈ હતી. દેશના કેટલાક લોકો તરફથી ઐશ્વર્યાને લીગલ નોટિસ પણ મોકલવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તમે આઈકોનિક છો. તમે અમારી છોકરીઓ માટે ઉદાહરણ છો. અમે તમને સ્ક્રીન પર આવા સીન આપતા જોવા નથી ટેવાયેલા. તો તમે આવું કેમ કર્યું? એટલું જ નહીં ઐશ્વર્યાએ આ જ ઈન્ટરવ્યુમાં એવું પણ કહ્યું હતું કે તે આ સીન કરતી વખતે બિલકુલ કમ્ફર્ટેબલ નહોતી, પરંતુ ફિલ્મની ડિમાન્ડને ધ્યાનમાં લઈને તેને આ સીન શૂટ કરવું પડ્યું હતું.
Also read: Aishwarya Rai-Bachchan સાથેના ડિવોર્સની અફવા વચ્ચે Abhishek એ કહ્યું, બસ, બહુ થયું હવે નહીં…
ઐશ્વર્યા રાય છેલ્લાં કેટલાક સમયથી દીકરી આરાધ્યા સાથે માતા ઘરે રહે છે અને બચ્ચન પરિવારથી દૂરી બનાવીને રાખે છે. બચ્ચન પરિવાર પણ ઐશ્વર્યાથી દૂર રાખવાનું પસંદ કરે છે અને આ જ કારણ છે કે અમિતાભ બચ્ચનના બર્થડે પર વીડિયો મેસેજમાં ઐશ્વર્યા અને આરાધ્યાને દૂર રાખવામાં આવ્યા હતા તો ઐશ્વર્યાના અને દીકરી આરાધ્યાના જન્મદિવસે અભિષેક બચ્ચને પણ સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કરી નહોતી ત્યારથી ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સની અટકળો ખૂબ જ તેજ થઈ ગઈ છે. જોકે, બંનેમાંથી કોઈએ હજી સુધી આ મામલે કંઈ ખુલીને કહેવાનું પસંદ નથી કર્યું.