તસવીરેં બોલતી હૈઃ ઐશ્વર્યા રાયે આરાધ્યાના બર્થ ડે પિક્સ શેર કર્યા ને…
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની લાડલી આરાધ્યા ટીન એજમાં પહોંચી ગઇ છે. તે 13 વર્ષની થઇ ગઇ છે. હાલમાં જ તેણે તેનો જન્મ દિવસ તેની નાનીના ઘરે ઉજવ્યો હતો. સેલિબ્રિટી કીડ હોવાને નાતે આરાધ્યા બચ્ચનનો બર્થ ડે મોમ એશ્વર્યાએ ધામધૂમથી ઉજવ્યો હતો. સીધાસાદા સિમ્પલ વાઇટ સૂટમાં આરાધ્યા અને એશ ઘણા સુંદર લાગી રહ્યા હતા. પણ ખાસ વાત એ હતી કે વહાલસોયી એકમાત્ર દીકરીના બર્થ-ડે સેલિબ્રેશનમાં પણ પિતા અભિષેક બચ્ચન હાજર નહોતા. તેણે આ સેલિબ્રેશનથી અંતર રાખ્યું હતું, જેના લીધે ફરી એક વાર એ સવાલ થવા લાગ્યો હતો કે પિતા કે બચ્ચન પરિવાર વિનાનું આરાધ્યા બચ્ચનનું બર્થ ડે સેલિબ્રેશન અભિ-એશ વચ્ચેની અફવાઓ સાચી હોવાની સાબિતી છે કે શું?
નવેમ્બર મહિનો ઐશ્વર્યા રાય અને તેના પરિવાર માટે ખૂબ જ ખાસ રહે છે. અભિનેત્રીએ આ મહિનાની શરૂઆતમાં તેનો જન્મદિવસ ઉજવ્યો. આ પછી, તેની પુત્રી આરાધ્યા બચ્ચનનો જન્મદિવસ 16 નવેમ્બરે આવે છે અને ત્યારબાદ 21 નવેમ્બરે અભિનેત્રીના પિતા કૃષ્ણરાજ રાયની જન્મજયંતિ આવે છે અને આજે આ ખાસ દિવસે, અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કર્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી તસવીરોમાં ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન તેનો જન્મદિવસ ઉજવતી જોવા મળે છે અને તેની જન્મજયંતિ પર નાનાના આશીર્વાદ લેતા જોવા મળે છે. જો કે, જે વાતે લોકોનું ધ્યાન ખેંચ્યું છે તે છે પુત્રીના જન્મદિવસની ઉજવણીમાં પિતા અભિષેક બચ્ચનની ગેરહાજરી, જે લોકોને પસંદ નથી આવી રહી.
ઐશ્વર્યાએ આરાધ્યાના જન્મથી લઈને અત્યાર સુધીના ઘણા ફોટા શેર કર્યા છે. એક બલૂનની તસવીર પણ છે જેના પર લખેલું છે કે તમે હવે સત્તાવાર રીતે ટીનેજર બની ગયા છો. ફોટો શેર કરતી વખતે એશે કેપ્શનમાં લખ્યું છે કે, હેપ્પી બર્થડે મારા જીવનના શાશ્વત પ્રેમ, સૌથી પ્રિય પપ્પા-અજા અને મારી વહાલી આરાધ્યા, મારું દિલ… મારો આત્મા… હંમેશા અને અનંત સુધી. જો કે, અભિષેક બચ્ચન અથવા બચ્ચન પરિવારમાંથી કોઈ પણ આ બર્થ ડેના ફોટામાં દેખાતું નથી.
પોતાની એકમાત્ર દીકરીના બર્થડેમાં પણ અભિષેક બચ્ચન કે બચ્ચન પરિવારનું કોઇ જ નહીં દેખાતા એશ-અભિના અલગ થવાના સમાચારને ફરી એક વખત બળ મળ્યું છે. લોકો સોશિયલ મીડિયા પર કમેન્ટસ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે લખ્યું છે કે અમિતાભનો પરિવાર કે જુનિયર બચ્ચન તસવીરોમાં નથી, છૂટાછેડાના સમાચાર હવે સાચા લાગે છે. તો વળી બીજાએ લખ્યું છે કે શા માટે અભિષેકે તેની પુત્રીના જન્મદિવસ પર કંઈપણ પોસ્ટ ન કર્યું. અન્ય અક નેટિઝને લખ્યું છે કે એમ લાગે છે કે અભિ-એશ અલગ પડ્યા એ અફવા નહીં પણ હકીકત છે.
છેલ્લા ઘણા સમયથી એશ-અભિના ડિવોર્સની અફવાઓ ચગી રહી છે. બંનેએ આ બાબતે ભેદી મૌન સેવ્યું છે. જાહેર ફંક્શન અને સમારંભોમાં એશ તેની લાડકી દીકરી આરાધ્યા સાથે પહોંચતી હોય છે.