પાંચ વર્ષમાં ભારત આ ક્ષેત્રો માં વૈશ્વિક ખેલાડી તરીકે ઊભર્યું
નવી દિલ્હી: છેલ્લાં પાંચ વર્ષમાં ઘણાં ક્ષેત્રોમાં ભારતની નિકાસ સ્પર્ધાત્મકતામાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે અને તેમાં પણ ખાસ કરીને પેટ્રોલિયમ, જેમસ્ટોન, કૃષિ રસાયણ અને ખાંડ જેવાં સેગ્મેન્ટમાં ભારતના વૈશ્ર્વિક વેપારના હિસ્સામાં પણ વધારો થયો હોવાનું વાણિજ્ય મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. આ સિવાય વર્ષ ૨૦૧૮થી ૨૦૨૩ દરમિયાન અન્ય ક્ષેત્રો જેમાં ભારતનાં નિકાસ હિસ્સામાં વધારો થયો છે તેમાં ઈલેક્ટ્રિકલ ગૂડ્સ, ન્યુમેટિક ટાયર, ટેપ્સ અને વાલ્વ તથા સેમિક્ધડક્ટર ડિવાઈસનો સમાવેશ થાય છે.
Also read: સપ્ટેમ્બર અંતનો GDP ઘટીને 6.5% રહેવાનો આ એજન્સીએ આપ્યો અંદાજ
મંત્રાલયની આંકડાકીય માહિતીનું વિશ્ર્લેષણ કરતાં જણાયું કે વર્ષ ૨૦૨૩માં પેટ્રોલિયમ નિકાસ વધીને ૮૪.૯૬ અબજ ડૉલરની સપાટીએ પહોંચવાની સાથે ભારતનો વૈશ્ર્વિક બજારમાં હિસ્સો જેવર્ષ ૨૦૧૮માં ૬.૪૫ ટકા હતો અને સૌથી મોટા નિકાસકાર તરીકે પાંચમા ક્રમાંકે હતો તેની સામે બજાર હિસ્સો વધીને ૧૨.૫૯ ટકાના સ્તરે અને સૌથી મોટા નિકાસકાર તરીકે ભારત બીજા ક્રમાંકે પહોંચયું હતું.
વધુમાં પ્રીસિયસ અને સેમી પ્રીસિયસ સ્ટોનનાં સેગ્મેન્ટમાં વૈશ્ર્વિક શિપમેન્ટમાં વર્ષ ૨૦૧૮માં ભારતનો હિસ્સો જે ૧૬.૨૭ ટકા હતો તે વર્ષ ૨૦૨૩માં વધીને ૩૬.૫૩ ટકા થયો હતો તેમ જ આ સમયગાળામાં ૧.૫૨ અબજ ડૉલર (૦.૨૬ અબજ ડૉલર)ની નિકાસ સાથે ટોચનો નિકાસકાર દેશ રહ્યો હતો. જોકે, વર્ષ ૨૦૧૮માં ભારત બીજા ક્રમાંકે રહ્યું હતું.
તે જ પ્રમાણે શેરડી અથવા બીટ ખાંડની નિકાસ જે વર્ષ ૨૦૧૮માં ૦.૯૩ અબજ ડૉલરની હતી તે ત્રણ ગણાં કરતાં પણ વધીને ૩.૭૨ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. આમ ખાંડની નિકાસમાં ઉછાળો થતાં વર્ષ ૨૦૧૮માં ખાંડની વૈશ્ર્વિક નિકાસમાં ભારતનો હિસ્સો ૪.૧૭ ટકા હતો તે વધીને ૧૨.૨૧ ટકાના સ્તરે રહ્યો હતો. એકંદરે ખાંડની વૈશ્ર્વિક નિકાસમાં બીજો ક્રમાંક હાંસલ કરવાનો શ્રેય સાનુકૂળ કૃષિ નીતિ અને મજબૂત ઉત્પાદનને જાય છે. ભારતે દક્ષિણપૂર્વ એશિયાના દેશો અને આફ્રિકામાં ખાંડની માગ સંતોષી છે.
આ સિવાય વર્ષ ૨૦૧૮થી ૨૦૨૩ સુધીના સમયગાળામાં ઈન્સેક્ટિસાઈડ અને ફંગીસાઈડનાં સેગ્મેન્ટમાં પણ ભારતનાં વૈશ્ર્વિક બજારનો હિસ્સો જે વર્ષ ૨૦૧૮માં ૮.૫૨ ટકા હતો તે વધીને ૧૦.૮૫ ટકા થયો હતો તેમ જ નિકાસ વધીને ૪.૩૨ અબજ ડૉલરના સ્તરે પહોંચી હતી. એકંદરે ભારત આંતરરાષ્ટ્રીય કૃષિ અને પર્યાવરણીય ધોરણોને પહોંચી વળવા સક્ષમ છે અને કૃષિ રસાયણોનાં સંશોધનો પર ભાર મૂકી રહ્યું હોવાથી પ્રગતિના પંથે હોવાથી વર્ષ ૨૦૨૩માં ભારત વૈશ્ર્વિક નિકાસમાં ત્રીજા ક્રમાંકે રહ્યું હતું, જે વર્ષ ૨૦૧૮માં પાંચમા ક્રમાંકે હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.
Also read: હવે કાંદા થશે સસ્તા: ૭૨૦ ટન કાંદાનું શિપમેન્ટ દિલ્હી પહોંચશે
વધુમાં યાદીમાં ઉમેર્યું હતું કે રબર પ્યુનેટિક ટાયરના બજાર હિસ્સામાં પણ ભારતે આ સમયગાળામાં કાઠું કાઢ્યું છે અને વર્ષ ૨૦૧૮માં નિકાસ જે ૧.૮૨ અબજ ડૉલરના સ્તરે હતી તે વર્ષ ૨૦૨૩માં વધીને ૨.૬૬ અબજ ડૉલરના સ્તરે રહી હતી. તેમ જ વૈશ્ર્વિક બજારમાં ભારતનો હિસ્સો જે વર્ષ ૨૦૧૮માં ૨.૩૪ ટકાનો હતો તે વધીને ૩.૩૧ ટકા રહ્યો હતો. તેમ જ વૈશ્ર્વિક અગ્રણી નિકાસકાર દેશોમાં ક્રમાંક જે વર્ષ ૨૦૧૮માં ૧૩મો હતો તે વર્ષ ૨૦૨૩માં આઠમો રહ્યો