ટોપ ન્યૂઝનેશનલ

CBSE એ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો કરી જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષા…

નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ આજે ​​ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે. ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા 15 ફેબ્રુઆરી, 2025 થી શરૂ થશે. ધોરણ 10 ની પરીક્ષા 15 ફેબ્રુઆરીએ અંગ્રેજીના પેપર સાથે શરૂ થશે. અને ધોરણ 12 ની શરૂઆત પ્રથમ દિવસે ઉદ્યોગસાહસિકતા (entrepreneurship ) પરીક્ષા સાથે થશે.

આ પણ વાંચો : Watch: જેસીબી પર ચઢીને ઉડાવી 200 અને 500 ની નોટ, હવામાં ઉડ્યા 20 લાખ રૂપિયા…

આ તારીખથી શરૂ થશે પરીક્ષા

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ 10મા અને 12માની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી લેવાશે. CBSE એ આ અંગેનું ટાઈમટેબલ જાહેર કર્યું છે. શાળાઓને પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓની યાદી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનને જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે જ્યારે ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે.

44 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે તેઓ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પરથી ડેટાશીટ ચેક અને ડાઉનલોડ કરી શકે છે. CBSE નાં જણાવ્યા અનુસાર આ વર્ષે અંદાજે 44 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપશે.

આ પણ વાંચો : PM Modi ને હવે આ બે દેશ પણ સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપશે

ધોરણ 10 અને 12ની પરીક્ષા સવારની પાળીમાં લેવામાં આવશે. મોટાભાગના પેપર સવારે 10:30 થી 12:30 અને કેટલાક સવારે 10:30 થી 1:30 વાગ્યા સુધી લેવામાં આવશે. પરીક્ષાની પૂર્વ તૈયારીરૂપે CBSEએ 27 સપ્ટેમ્બરે શાળાઓને તમામ પરીક્ષા હોલમાં CCTV લગાવવા આદેશ આપ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button