નેશનલ

યુપી પેટા ચૂંટણીઃ ગાઝિયાબાદમાં માત્ર 33 ટકા વોટિંગ, ઓછું મતદાન કઈ વાતનો છે સંકેત?

લખનઉઃ મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે ઉત્તર પ્રદેશની 9 સીટો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. ગાઝિયાબાદમાં માત્ર 33 ટકા જ મતદાનથયું હતું. જો બાકીની આઠ બેઠકો કરતાં ઓછું મતદાન હતું. મહારાષ્ટ્રમાં 58.22 ટકા અને ઝારખંડમાં 67.59 ટકા મતદાન થયું હતું. યુપી પેટાચૂંટણીમાં મતદાન દરમિયાન આખો દિવસ અફરાતફરીનો માહોલ રહ્યો હતો.

મતદારોને દબાવવા અને બનાવટી મતદાનના આરોપોને લઈને સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલ્યું હતું. બંને પક્ષોએ આ ચૂંટણી માટે પોતાની તમામ તાકાતનો ઉપયોગ કર્યો હતો. જોકે મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું.

આ પણ વાંચો : ઝારખંડ-મહારાષ્ટ્રના મતદાન વચ્ચે કોંગ્રેસે લીધો મોટો નિર્ણયઃ એક્ઝિટ પોલની ચર્ચામાં ભાગ નહીં લે…

કઈ બેઠક પર કેટલું મતદાન

કટેહરી 56.7
કરહલ 53.9
મીરાપુર 57.00
ગાઝિયાબાદ 33.3
મઝવાન 50.4
ખૈર 46.4
ફૂલપુર 43.43
કુંડારકી 57.3
સીસામૌ 49.03

આ પણ વાંચો : Manipurમાં હિંસા બાદ રાજકીય સંકટ, મુખ્યમંત્રીની બેઠકમાં ભાજપના ધારાસભ્યો જ ગેરહાજર

ઉત્તર પ્રદેશ વિધાનસભાની પેટાચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને મુખ્ય વિપક્ષી સમાજવાદી પાર્ટી (સપા) વચ્ચે ટક્કર જોવા મળી હતી. બંને પક્ષોએ એકબીજા પર હિંસા અને આગચંપીમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. સપાએ ભાજપ પર ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવીને ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતો. બીજી તરફ ભાજપે સપા કાર્યકર્તાઓ પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો હતો. સાથે જ મહિલાઓ અને પુરુષો પણ બુરખો પહેરીને નકલી મતદાન કરી રહ્યા છે. લખનઉમાં એક પત્રકાર પરિષદને સંબોધતા સપા અધ્યક્ષ અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે ભાજપ પેટાચૂંટણી જીતવા માટે મતને બદલે ‘બેઈમાની’ પર આધાર રાખે છે.

યાદવના આરોપો પર પ્રતિક્રિયા આપતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહે સપા કાર્યકર્તાઓ પર પેટાચૂંટણી દરમિયાન ગુંડાગીરીનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે સપાના સમર્થકો બહારના લોકોને અને અસામાજિક તત્વોને લાવીને ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બુરખા પહેરેલી મહિલાઓ બનાવટી મત આપી રહી છે. લખનઉમાં એક પત્રકાર પરિષદમાં સિંહે આરોપ લગાવ્યો, પીડીએ (પછાત, દલિત અને લઘુમતી) ના નારા લગાવનાર અખિલેશ યાદવના ગુંડાઓ આતંક ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સિંહે મતદારોના ઓળખપત્રોની તપાસ ન કરવાની પોલીસની માંગ કરવા બદલ એસપીની ટીકા કરી હતી. તેમજ ચૂંટણી પ્રક્રિયામાં હેરફેર કરવા માટે નકલી ઓળખપત્રોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. નકલી મતદાન સમાજવાદી પાર્ટીની ઓળખ બની ગઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button