ગુજરાતમાં જંત્રી માટે મુસદ્દો જાહેર: આ તારીખ સુધી વાંધા-સૂચનો રજૂ કરવાની તક…
ગાંધીનગર: રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ્સ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૩૨(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો/સ્થાવર મિલ્કતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે. રાજ્યમાં થતાં ઝડપી વિકાસ અને ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિઓ તથા વિકાસને અવિરત વેગ મળતો રહે તેવા આશયથી નવી જંત્રી 15 એપ્રિલથી અમલમાં છે.
આ પણ વાંચો : શંકરસિંહ વાઘેલા ફરી આવશે મેદાનમાં, આ તારીખે નવી પાર્ટીની કરશે રચના…
મુસદ્દારૂપ જંત્રી વાંધા-સુચન માટે પ્રસિધ્ધ
જમીનની વિકાસ ક્ષમતા પર અસરકર્તા પ્રવર્તમાન પરિબળોને વૈજ્ઞાનિક ઢબે અપનાવી રાજ્યના શહેરી વિસ્તારોમાં વિસ્તારની વિકાસ ક્ષમતા આધારે કુલ- 23,846 વેલ્યુઝોન અને ગ્રામ્ય વિસ્તારમાં 17,131 ગામોનો ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ, સ્થાનિક કક્ષાએ પુછપરછ કરી પ્રવર્તમાન જમીનના દરો મેળવવામાં આવેલા અને આવા ડેટાને તાલુકા અને જિલ્લા કક્ષાએ બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ “શહેરી વિસ્તાર” અને “ગ્રામ્ય વિસ્તાર” માટે જિલ્લાવાર અલગ-અલગ ભાગમાં વિવિધ હેતુઓ માટેના ભાવોથી તૈયાર થયેલ મુસદ્દારૂપ જંત્રી અને માર્ગદર્શિકા 20 નવેમ્બરના રોજ વાંધા-સુચન માટે પ્રસિધ્ધ કરવામાં આવી છે.
આ તારીખ સુધી કરાશે વાંધા સૂચન
આ મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 અને માર્ગદર્શિકા જાહેર જનતાના નિરિક્ષણ માટે https://garvi.gujarat.gov.in વેબસાઈટ તથા સંબંધિત નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી)ની કચેરી પર ઉપલબ્ધ રહેશે. તથા આ પોર્ટલ પર 30 દિવસમાં એટલે કે 20 ડિસેમ્બર સુધી ઓનલાઈન વાંધા-સુચન રજૂ કરી શકાશે.
આ પણ વાંચો : Gujarat: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોવા જશે, ટેક્સ ફ્રીની થઈ શકે છે જાહેરાત
જિલ્લા કક્ષાએ કલેકટરને સત્તા
જિલ્લા કક્ષાએ મળેલી આવી રજુઆતો અને વાંધા સુચનો સંબંધિત કલેક્ટરની અધ્યક્ષતાની સમિતી ચકાસણી કરશે અને યોગ્ય અભિપ્રાય સાથે સક્ષમ કક્ષાએ વિચારણા માટે મોકલશે. મળેલ વાંધા-સુચનોને ધ્યાને લઈ જંત્રી (Annual Statement of Rates) ને આખરી ઓપ આપી રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ અમલમાં મુકવામાં આવશે.