આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Assembly Election: મહારાષ્ટ્રમાં ‘અબ કી બાર કિસ કી સરકાર’, એક્ઝિટ પોલના આંકડા શું કહે છે?

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ હવે એક્ઝિટ પોલ્સ (Maharashtra Exit Poll) આવવા લાગ્યા છે. ચૂંટણીમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે કાંટાની ટક્કર થવાની શક્યતા છે. બંને ગઠબંધન માટે આ વખતની ચૂંટણી આરપારની લડાઈ સાબિત થઈ શકે છે.

મહા વિકાસ આઘાડી (એમવીએ) માં ત્રણ મુખ્ય પક્ષો-કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાનો સમાવેશ થાય છે. મહાયુતિમાં ભાજપ, શિવસેના, અજિત પવાર એનસીપી સામેલ છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 145 બેઠકો જીતવી જરૂરી છે. ભાજપ 149 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

વિવિધ Exit Pollના અંદાજ

મૈટ્રિઝે એક્ઝિટ પોલ

ભાજપઃ 150-170
કોંગ્રેસ: 110-130
અન્યઃ 8-10

ચાણક્ય એક્ઝિટ પોલ

ભાજપઃ 152-160
કોંગ્રેસ: 110-138
અન્યઃ 6-8

પોલ ડાયરી એક્ઝિટ પોલ

બીજેપીઃ 112-186
કોગ્રેસઃ 69-121
અન્યઃ 12-29

PMARQ પોલ

ભાજપઃ 137-157
કોંગ્રેસ: 126-146
અન્યઃ 2-8

મહા એક્ઝિટ પોલ

બીજેપીઃ 152
કોંગ્રેસઃ 123
અન્યઃ 10

હાલ મહારાષ્ટ્ર વિધાનસભાની શું છે સ્થિતિ

મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટ છે, જેમાં બહુમત માટે 145નો આંકડો છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26મી નવેમ્બરે પૂરો થશે, જ્યારે વર્તમાન વિધાનસભામાં ભાજપના 103 વિધાનસભ્ય છે, જેમાં એકનાથ શિંદેની શિવસેનાના 37 તથા એનસીપી (અજિત પવાર)ના 39 વિધાનસભ્ય છે.

આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર સમાપ્ત; 20 નવેમ્બરે મતદાન

2019માં શું થયું હતું

વર્ષ 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બની હતી. પરંતુ કોંગ્રેસ, શિવસેના અને એનસીપીએ સાથે મળીને સરકાર બનાવી હતી. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા. જોકે 2022માં શિવસેનામાં થયેલા ભંગાણ બાદ સરકાર પડી ગઈ હતી અને એકનાથ શિંદ બીજેપીની મદદથી સીએમ બન્યા હતા. ગત વર્ષે અજિત પવારની એનસીપી પણ રાજ્ય સરકારમાં સામેલ થઈ હતી.

2019ની વિધાનસભા ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી હતી?
ભાજપ- 105
કોંગ્રેસ-44
એનસીપી (અવિભાજિત)-54
શિવસેના (અવિભાજિત)-56
એસપી-2
એઆઈએમઆઈએમ-2
સીપીઆઈ(એમ)-1
2019માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભાજપ અને અવિભાજિત શિવસેના દ્વારા યુતિમાં લડવામાં આવી હતી.

આપણ વાંચો: Maharashtra Election 2024: વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ ઠાકરે લગાવ્યો શરદ પવાર પર આ ગંભીર આરોપ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button